૭ ઓકટોબરથી ગાઝા પર ઈઝરાયેલના હુમલાઓમાં૨૪,૦૦૦થી વધુ પેલેસ્ટીની મહિલાઓ, બાળકોનાં મોત

(એજન્સી) તા.૪
પાછલા છ મહિનામાં ગાઝા પટ્ટી પર ઈઝરાયેલી સેનાના હુમલાઓમાં ૨૪,૦૦૦થી વધુ પેલેસ્ટીની મહિલાઓ અને બાળકો મૃત્યુ પામ્યા છે. ગાઝામાં સરકારી મીડિયા કાર્યાલયે જણાવ્યું કે ઈઝરાયેલી સેનાએ ૭ ઓકટોબર, ૨૦૨૩થી ગાઝા પટ્ટીમાં ૨,૯૨૨ નરસંહાર કર્યા છે. કુલ ૧૪,૫૦૦ બાળકો અને ૯,૫૬૦ મહિલાઓ મૃત્યુ પામી, ૭,૦૦૦ લોકો કાટમાળમાં દબાયા હતા અથવા ગુમ થયા હતા અને ૭૫,૫૭૭ લોકો ઘાયલ થયા હતા. તેમાં જણાવવામાં આવ્યું છે કે ગાઝામાં ઈઝરાયેલી હુમલાઓના સંપર્કમાં આવનાર ૭૩ ટકા મહિલાઓ અને બાળકો હતા, આ કહેતા કે ગાઝામાં ૧૭,૦૦૦ બાળકો પોતાના માતા-પિતામાંથી એક અથવા બંને વિના જીવી રહ્યા છે. ગાઝામાં ભૂખમરાની યાદ અપાવતા મીડિયા ઓફિસે જણાવ્યું કે કુપોષણ અને પાણીના અભાવના કારણે ૩૦ બાળકોનાં જીવ ગયા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ૪૮૪ આરોગ્ય કર્મચારી, ૧૪૦ પત્રકાર અને ૬૫ નાગરિક સુરક્ષા કર્મચારી પણ મૃત્યુ પામ્યા છે. એવા ઘાયલ લોકોની સંખ્યા જે ગંભીર સ્થિતિમાં છે અને જેમને વિદેશમાં સારવારની જરૂરત છે. ૧૧,૦૦૦ અને ૧૦,૦૦૦ કેન્સર દર્દીઓને અપૂરતી આરોગ્ય સારસંભાળના કારણે મૃત્યુનુું જોખમ છે. ઈઝરાયેલી દળોએ ૩૧૦ આરોગ્ય સારસંભાળ કર્મચારીઓ અને ૧૨ પત્રકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને ગાઝાપટ્ટીમાં ૨ મિલિયન લોકો વિસ્થાપિત થયા. ગાઝામાં લગભગ ૭૦,૦૦૦ ઘર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા અને ૨,૯૦,૦૦૦ ઘરોને નુકસાન થયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks