International

જોર્ડને અલ-અક્સા મસ્જિદના સમારકામને ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી

 

(એજન્સી) તા.ર૯
ચાર દિવસ સુધી ચાલુ રહેલા ઈઝરાયેલી અવરોધ પછી બુધવારે સવારે જોર્ડને કબજે કરેલા જેરૂસલેમ શહેરમાં અલ-અકસા મસ્જિદના આંગણમાં નિર્માણ કામ અને પુનઃ સ્થાપનનું કાર્ય ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. રાજય ટીવી દ્વારા પ્રસારિત બુધવારે જોર્ડનના વિદેશ મંત્રી અયમાન સફાદી અને જોર્ડનના પ્રતિનિધિઓના ભવનના પેલેસ્ટીની સભ્યોની સમિતિ વચ્ચે મળેલી બેઠક દરમ્યાન આ જાહેરાત કરાઈ હતી. સફાદીએ કહ્યું કે અલ-અકસા મસ્જિદનું પુનઃનિર્માણ કામ અને પુનઃસ્થાપનાનું કાર્ય જોર્ડનીયનોના રાજદ્વારી પ્રયાસોના ભાગરૂપે ફરીથી શરૂ થઈ શકયું હતું. અલ-અકસા મસ્જિદ ખાતેના પુનઃનિર્માણની સમિતિના વડા બસ્સામ અલ-હલ્લોક એનાદોલુ એજન્સીને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી કબજે કરેલા અધિકારીઓએ કારણો જણાવ્યા વગર અલ-અકસા મસ્જિદ ખાતે કોઈ પણ પ્રકારના પુનઃસ્થાપનાનું કાર્ય કરવાથી અમને અટકાવી દીધા હતા, જેમાં ખુબ જ જરૂરી અને તાત્કાલિક કાર્યો પણ હતા. પરંતુ આજે મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને મને જાણ કરાઈ હતી કે અમને પુનઃ નિર્માણ કામ શરૂ કરવા અને તેના માટે સામગ્રી લાવવાની મંજૂરી છે.