
લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરની પશ્ચિમ અને પૂર્વ બંને બેઠકો પર સરેરાશ ૫૪ ટકા જેટલું મતદાન થયું હતું. વહેલી સવારથી લોકો મત આપવા લાંબી લાઈનોમાં લાગ્યા હતા. જો કે, બપોરના સમયે કાળ-ઝાળ ગરમીના કારણે મતદાન મથકો પર મતદારોને પાંખી હાજરી જોવા મળી હતી. તો સાંજના સુમારે ફરી મતદારો મત આપવા માટે નીકળી પડ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં મતદારોનો ઉત્સાહ જોઈ શકાય છે. જ્યારે કેટલાક બીમાર અને દિવ્યાંગ લોકોએ પણ લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો હતો અને મતદાન કરી આનંદ વ્યક્ત કર્યો હતો.