સુરેન્દ્રનગર : ૧૬૦ બોરી રેશનિંગના ઘઉં લઈ જતી ટ્રક પોલીસે ઝડપી

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૩૦
સુરેન્દ્રનગર શહેરમાં મધ્યમ વર્ગના પરિવાર માટેનો ખાદ્ય જથ્થો બારોબાર વેચી લાખોની આવક મેળવતા હોવાની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનવાળાઓને ફાળવતો જથ્થો ગ્રાહક સુધી પહોંચે છે કે નહીં એના વિશે કયારેય તપાસ કરી હોય કે, પુરવઠા વિભાગે કયારેય પંડિત દિનદયાળ દુકાનના સંચાલકો સામે પગલાં લેવાયા ? તેમ પ્રજા પૂછી રહી છે. આવા જ એક બનાવમાં હાલમાં પોલીસે જથ્થો ઝડપી પાડી પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે પુરવઠા તંત્ર દ્વારા આ ઘટનાને વિવાદાસ્પદ ગણવામાં આવી રહી છે. જોરાવરનગર પીએસઆઈ જાડેજા અને રમેશભાઈ પટેલ, ઐયુબભાઈ સહિતના સ્ટાફ દ્વારા રાત્રીના નાઈટ પેટ્રોલિંગમાં હતા તેવા સમયે વાહનમાં રાત્રીના સસ્તા અનાજની દુકાનોનો જથ્થો બારોબાર પસાર કરાતો હોવા અંગેની શંકા અને બાતમીના આધારે સુરેન્દ્રનગર-મૂળી હાઈવે ઉપર વોચમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી ટ્રકને અટકાવી તલાશી લેવામાં આવેલ હતી. જેની પૂછપરછ કરવામાં આવતા ટ્રકમાં ૧૬૦ બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ટ્રક અને ટ્રકમાં ભરેલા ૧૬૦ બોરી રેશનિંગના ઘઉં કબજે લઈ ડ્રાઈવર રસિકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ. ડ્રાઈવર પટેલ દ્વારા આ જથ્થો રતનપર વિસ્તારના ખાણ વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનનો હોવાનું અને દુકાન ખાલી કરવાની હોવાનું કારણ બતાવ્યું હતું ત્યારે તમામ ૧૬૦ બોરી માલ પુરવઠાને બોલાવી અને સોંપી આગળની તપાસના આદેશો અપાયા હતા. સુરેન્દ્રનગર શહેરમાંથી વહીવટ અને વહીવટીદારો થકી કાયમી પુરવઠાનો મોટો જથ્થો મોટી માત્રામાં સગેવગે થતો હોવાના કિસ્સા અનેકવાર બહાર આવ્યા છે ત્યારે ડી.બી.ટાંક પુરવઠા અધિકારીને હાલ જોરાવરનગર પોલીસે ઝડપેલા માલ ટ્રક અને ડ્રાઈવર સહિત સોંપવામાં આવ્યા છે ત્યારે ડી.બી.ટાંક જણાવી રહ્યા છે કે, કસૂરવાર જે હોય તેને સજા ચોક્કસ થશે અને કડક કાર્યવાહી પણ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks