કોલંબો, તા.ર૦
શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ ટેસ્ટની સિીરીઝ પહેલા શુક્રવારથી અધ્યક્ષ ઈલેવન વિરૂદ્ધ શરૂ થઈ રહેલી બે દિવસીય પ્રેક્ટિસ મેચમાં બધાની નજર ફીટ થઈ. ટીમમાં પુનરાગમન કરનાર રોહિત શર્મા અને રાહુલ પર હશે. રોહીતે પોતાની અંતિમ ટેસ્ટ ગત વર્ષ ઓકટોબરમાં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ રમી હતી ત્યારબાદ ઘરેલું સિઝનમાં તે ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી રમી શક્યો ન હતો. ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ વન-ડે સિરીઝ દરમ્યાન તેનું ઓપરેશન થયું હતું. જો કે તે આઈપીએલ રમ્યો હતો અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું જેમાં ૩૦૦થી વધારે રન બનાવ્યા. પસંદગીકારોએ તેને સ્વસ્થ રાખવા વેસ્ટઈન્ડિઝ પ્રવાસમાં આરામ આપ્યો હતો. બીજીબાજુ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝમાં સાત ઈનિંગોમાં ૬ અર્ધસદી ફટકારના રાહુલ ખભાના ઓપરેશન બાદ પુનરાગમન કરી રહ્યો છે. ખભાની ઈજાના કારણે તે આઈપીએલ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ સિરીઝ રમી શક્યો ન હતો. ર૬ જુલાઈથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ખેલાડીઓ માટે આ મેચમાં સારી તક છે.