ર૦૧૮ વર્લ્ડકપ માટે જર્મની પાસે ૪૦થી વધુ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ

હેમ્બર્ગ, તા ૪
જર્મનીની ટીમે હાલમાં જ કન્ફડરેશન કપ ફુટબોલ ચેમ્પિયનશીપમાં ટ્રોફી જીતીને વિશ્વના તમામ દેશોને ચોંકાવી દીધા છે. જર્મનીની પોતાની સી ટીમ મેદાનમાં ઉતારવામાં આવી હોવા છતાં આ ટીમે ચીલી અને મેક્સિકો જેવી શક્તિશાળી ટીમો સામે જોરદાર રમત રમી હતી. કન્ફડરેશન કપમાં જર્મનીએ કોઇપણ મેચ ગુમાવી ન હતી. પ્રથમ વખત કન્ફડરેશન કપ જીતી લીધા બાદ જર્મની પાસેથી બોધપાઠ લેવા માટે વિશ્વની ટીમો ધ્યાન આપી રહી છે. માત્ર ફુટબોલમાં જ નહીં બલ્કે અન્ય રમતમાં પણ કઈ વ્યૂહરચના અપનાવી જોઇએ તે જર્મની પાસેથી શીખવાના પ્રયાસ થઇ રહ્યા છે. કન્ફડરેશન કપ અને અન્ડર ૨૧ યુરોપિયન ચેમ્પિયનશીપમાં હાલમાં જ તાજ જીતી લીધા બાદ જર્મનીના કોચ જોચીમ લુઇનું કહેવું છે કે, જર્મનીના યુવા ખેલાડીઓ ધરખમ દેખાવ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્લ્ડ ૨૦૧૮માં ડ્રીમ ટીમ કઈ રહેશે તે અંગે હાલમાં કોઇ વાત કરવી મુશ્કેલ રહેશે. કન્ફડરેશન કપમાં જર્મનીની ટીમ તમામ સ્ટાર ખેલાડીઓ નેવુર, જેરોમ, બોટેંગ, મેટ્‌સ હમ્બલ્સ, ટોની ક્રોસ અને શામી ખેડીરા તેમજ સ્ટાર સ્ટ્રાઇકર થોમસ મુલર વગર મેદાનમાંઉતરી હતી છતાં નવી ટીમે તમામ ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. જર્મનીના કોચનું કહેવું છે કે, કોઇપણ ખેલાડી માટે જગ્યા નક્કી કરવામાં આવી નથી. ટીમમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને તક આપવામાં આવશે જેમાં યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ૪૦થી વધુ ખેલાડીઓ એવા થઇ ગયા છે જે કોઇપણ સમયે પોતાની ટીમને જીત અપાવી શકે છે. આવી સ્થિતિમાં આમાથી ખેલાડીઓની પસંદગી કરવાની બાબત ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. જર્મન ફુટબોલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં વર્લ્ડકપને લઇને તૈયારી કરવામાં આવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks