(એજન્સી) તા.૧૩
લીબિયાના દરિયા કિનારે એક રબર બોટ ડૂબી જતાં અમેરિકી નેવીનું જહાજ તેમની વહારે આવ્યું હતું. આ દરમિયાન લગભગ ૪૧ જેટલા શરણાર્થીઓને બચાવવામાં આવ્યા હતા અને લગભગ ૧ર જેટલા મૃતદેહો પણ રિકવર કરવામાં આવ્યા હતા. આ માહિતી એક માનવાધિકાર સંગઠને આપી હતી. તેમણે કહ્યું કે અમેરિકી નેવી શિપને મંગળવારે રેડિયો દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ ઘટના બની છે. જેના બાદ તે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ધી યુએસ નેવી વેસેલ ટ્રેન્ટન જે જર્મન ચેરિટી સી વોચ તરીકે પણ ઓળખાય છે તે આ શિપ ચેરિટી માટે અને દરિયામાં થતાં અકસ્માતો દરમિયાન લોકોની મદદ કરવા માટે કામ કરે છે. જોકે પ્રવક્તા રુબેન નેગબોરે જણાવ્યું હતું કે જોકે હજુ સુધી એ નથી જાણી શકાયું કે આ બોટ પર કેટલા શરણાર્થીઓ સવાર હતા.નેગબારે કહ્યું હતું કે આવી ઘટનાઓ પણ એટલા માટે બને છે કેમ કે આપણી પાસે દરિયામાં થતા અકસ્માતો દરમિયાન લોકોને બચાવવા માટે પૂરતાં સંસાધન નથી. એક્વારિયસનો રેસ્ક્યૂ શીપ ૧૦ દિવસથી ગયો હતો અને વેલેન્સિયા, સ્પેન ખાતે શરણાર્થીઓને લાવશે. તેમને ઇટાલી તથા માલ્ટાથી અહીં લવાશે. તેમણે કહ્યું હતું કે અકસ્માત દર્શાવે છે કે તેમને મદદની જરુર હતી. તેમણે કહ્યું કે અમેરિકી જહાજ ત્યાં હાજર હતું એટલે વહારે આવી ગયું નહીંતર તમામ લોકો મૃત્યુ પામી ગયા હોત. જોકે આ મામલે અમેરિકી નેવી તરફથી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. નોંધનીય છે કે લીબિયાથી મોટાપાયે શરણાર્થીઓ માનવ તસ્કરોના હાથે ભોગ બની જાય છે અને તેમને નાની બોટોમાં મોટી સંખ્યામાં ભરીને યુરોપનું સપનું બતાવીને ભૂમધ્યસાગરમાં છોડી દેવામાં આવે છે.