(એજન્સી) વોશિંગ્ટન, તા.૮
અમેરિકા અને નાટો સેનાના સંયુક્ત અધ્યક્ષ જનરલ જોસેફ ડનફોર્ડે કહ્યું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટો સેનાઓએ પીછેહઠ કરતા આતંકી સમૂહોને તે દેશમાં પુનઃનિર્માણનો અવસર અને ક્ષમતા મળી જશે અને ૧૧ સપ્ટેમ્બર, ર૦૦૧ જેવા સંયુક્ત રાજ્ય અમેરિકાની વિરૂદ્ધના હુમલાઓની ક્ષમતાને વિકસિત કરવામાં મદદ મળશે. ડનફોર્ડે ગુરૂવારે વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં એક બેઠકમાં જણાવ્યું કે, અફઘાનિસ્તાન છોડી દેવાથી આતંકી સમૂહોને તે જગ્યા મળી જશે, જ્યાં અમે અમેરિકી માતૃભૂમિ અને તેના સહયોગીઓની વિરૂદ્ધનું સંચાલન કરી રહ્યા છીએ. આતંકીઓની આ ક્ષમતાનું આકલન અમેરિકી ગુપ્તચર સેવાઓ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ અમારૂં આકલન છે કે થોડા સમયમાં આતંકવાદી સમૂહમાં ભવિષ્યમાં અમેરિકા પર ૯/૧૧ જેવા હુમલાઓ કરવાની ક્ષમતા આવી જશે. ઉલ્લેખનીય છે કે, ૧૧ સપ્ટેમ્બર ર૦૦૧ના રોજ અમેરિકામાં લગભગ ૩૦૦૦ લોકો માર્યા ગયા હતા, જ્યારે અલ-કાયદાએ ચાર અમેરિકી એરલાઈન્સનું અપહરણ કરી લીધું અને તેમાંથી બે વિશ્વ વેપાર કેન્દ્રના ટ્વીન ટાવર્સ અને ઉત્તરીય વર્જિનિયામાં પેંટાગોન ભવનમાં હુમલો કર્યો હતો. ડનફોર્ડે કહ્યું કે, અમેરિકાની અને સહયોગીઓની પ્રતિબદ્ધતાએ દેશમાં તાલીબાન ગોરીલા દળોની સાથે એક અફઘાન નેતૃત્વવાળી સમાધાન પ્રક્રિયા અસ્તિત્વમાં આવે તે બાબતનું સમર્થન કર્યું હતું.