(એજન્સી) મુંબઈ, તા.૧૪
અમિતાભ બચ્ચન હોય કે શાહરૂખ ખાન હોય કે રજનીકાંત આજે તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે અને વ્યક્તિને આરામથી રહેવા માટે જે જોઈએ એ બધું જેમની પાસે ઉપલબ્ધ છે પણ એમણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે અને મહત્ત્વની વાત એ છે કે આટલા સંઘર્ષ વચ્ચે પણ તેમણે હિંમત ગુમાવી નહોતી અને પુરૂષાર્થ ચાલુ રાખ્યો હતો જેનું પરિણામ આજે સામે છે. આવા જ એક કલાકારની અહીં વાત કરવી છે. આ કલાકારને એક સમય એવો હતો કે જંગલમાં ઝૂંપડું બાંધીને રહેવું પડતું હતું અને રૂપિયા ૪૦માં એક આખો દિવસ પસાર કરવો પડતો હતો. રોજમદારી કામ કરીને આટલી રકમ મળતી તેમાં આખો દિવસ પસાર કરવો પડતો હતો અને હવે એક ટીવી શો દીઠ લાખો રૂપિયા મેળવે છે. પોતાની લાજવાબ અદાકારીથી અભિનેતાએ કેટલાક ખૂબ જ યાદગાર પાત્રોને પડદા પર જીવંત કર્યા છે અને હજુ પણ તેઓ પ્રેક્ષકોને તેમની અદ્ભુત અદાકારીથી પ્રભાવિત કરી રહ્યા છે. આ કલાકાર છે પણ એમને અભિનેતા બનવું હતું એમનું નામ છે જીતેન્દ્ર કુમાર. રાજસ્થાનના અલવરના એક ગામ ખેરથલ ખાતે તેમનો જન્મ થયો હતો. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે મને મારા પરિવાર સાથે જંગલમાં ઝૂંપડામાં રહેવું પડતું હતું અને અમારો સંયુક્ત પરિવાર તેમાં રહેતો હતો. ઇટનું બનેલું એક નાનું મકાન હતું અને ઝૂંપડી હતી આ વ્યવસ્થા છથી સાત મહિના ચાલી હતી એ પછી મારા પિતા અને કાકા જે સિવિલ એન્જિનિયર બન્યા હતા એમણે વધારાના રૂમ બનાવી આપ્યા હતા. કલાકારે જીવનનો આ અનુભવ ખૂબ જ વિચિત્ર અને મૂંઝવણમાં મૂકે એવો ગણાવ્યો હતો. જીતેન્દ્ર કુમારે અગિયાર વર્ષની ઉંમરે કામ શરૂ કર્યું હતું અને પેઇન્ટર અને સુથાર સાથે કામ કરવા લાગ્યા હતા અને મકાન નિર્માણમાં સુથારી કામ કરતા હતા એમને રોજના રૂપિયા ૪૦ મળતા હતા. પરંતુ એમને આ કામ કરવામાં આનંદ આવતો હતો એ કઈ રીતે એક એક ઈંટ મૂકીને અને પથ્થરો મૂકીને એક આખી ઇમારતનું નિર્માણ થાય છે આ આખી પ્રક્રિયા આ કલાકાર જીવને રચનાત્મક દેખાતી હતી. એ પછી તેમણે આઇઆઇટી ખડકપુરથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી જેનાથી તેમના માટે અભિનયનો રસ્તો ખૂલી ગયો હતો તેમણે સૌપ્રથમ ૨૦૧૩માં મુન્ના જઝબાતીમાં કામ કર્યું હતું એ પછી તેમણે ટીવી અને વીડિયો પર અનેક પાત્ર ભજવ્યા છે જેમાં ટીવીએફ બેચલર તથા કોટા ફેક્ટરી અને પંચાયત જેવા શોનો સમાવેશ થાય છે. કોર્પોરેટ કંપનીના હતાશ કર્મચારી જીતેન્દ્ર મહેશ્વરીનો રોલ અને પરમેનેન્ટ રૂમમેટનો ગિટ્ટુનો રોલ તથા કોટા ફેક્ટરીનો જીતુ ભૈયાનો રોલ ખૂબ જ લોકપ્રિય થયા છે અત્યારે આ કલાકાર ઓટીટી સ્ટાર છે અને દરેક શો માટે એમને રૂપિયા પાંચથી છ લાખ મળે છે.