International

બુલડોઝર ડિમોલિશન : લેખકો અને અનુવાદકોએજેસીબીના ‘ઘોર પાખંડ’ની ટીકા કરી

(એજન્સી) તા.૨૨
સો કરતાં વધુ લેખકો, કવિઓ અને પ્રકાશકોએ બ્રિટિશ બુલડોઝર ઉત્પાદક અને સાહિત્યિક પુરસ્કાર આયોજક જેસીબીની નિંદા કરતો ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં JCB પર ભારત અને પેલેસ્ટાઈનમાં ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના જીવનને કથિત રીતે “ઉખેડવાનો” આરોપ મૂકવામાં આવ્યો છે. કવિ-વિવેચક કે. સચ્ચિદાનંદન, કવિ-પ્રકાશક અસદ ઝૈદી, આદિવાસી કવિ જેસિન્થા કેરકેટા, કવિ-નવલકથાકાર મીના કંડાસામી અને દલિત કવિ-કાર્યકર સિન્થિયા સ્ટીફન દ્વારા હસ્તાક્ષર કરાયેલ, આ પત્ર કંપનીની નિંદા કરે છે, જે ભારતમાં સાહિત્ય માટે વાર્ષિક ત્નઝ્રમ્ પુરસ્કારનું આયોજન કરે છે. તેમણે કહ્યું કે કંપની ભારતીય લેખકોની વિવિધતાની ઉજવણી કરતા સાહિત્યિક પુરસ્કાર આપી રહી છે, જ્યારે “એક રીતે ઘણા લોકોના જીવન અને આજીવિકાને નષ્ટ કરવામાં સામેલ છે. જ્યારે આ મામલે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એવોર્ડ આયોજકોએ ખુલ્લા પત્રનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. ૨૩ નવેમ્બરના રોજ આ વર્ષના જેસીબી એવોર્ડના વિજેતાની ઘોષણા કરવામાં આવી હતી તેના થોડા દિવસો પહેલા જ બહાર પાડવામાં આવેલ ખુલ્લો પત્ર, “મુસ્લિમ, દલિતો અને અન્ય સહિત – ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા ઘણા ભારતીયોનો અનાદર કરવા બદલ – લોકોના જીવનને બરબાદ કરવા માટે કંપનીની નિંદા કરવામાં આવી હતી.