
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
પરિવર્તન એક ભૌતિક અને પ્રાકૃતિક ક્રિયા છે જેને કોઈપણ પ્રકારે જુઠ્ઠાનું કહી ના શકાય. કેમ કે જો વાસ્તવિક સ્વરૂપે જોવામાં આવે તો પરિવર્તન વિકાસનું બીજું નામ છે. સૃષ્ટિ અને પ્રકૃતિના અધ્યયનથી આ જાણવા મળે છે કે તે વસ્તુઓ જેની અંદર પરિવર્તન આવતું નથી તે અજીવિત હોય છે અને તેનો અંત ખુબ જ જલ્દી આવે છે.
પરિવર્તનના આ વિષયને જો જુદા જુદા ધર્મોના વિશેષ સંદર્ભમાં જોવામાં આવે તો વર્તમાન યુગમાં આપણને એવો કોઈપણ ધર્મ જોવા મળતો નથી જે પરિવર્તનનો વિરોધી હોય કેમ કે પ્રત્યેક ધર્મ, માનવજાતિ અને સમાજની ભલાઈ તથા ઉજાતિની વાત કરતા જોવા મળે છે અને આ ભલાઈ તેમજ ઉન્નતિ પરિવર્તન વિના સંભવ નથી. આજ કારણે પરિવર્તનને વિકાસ અને ઉન્નતિનું બીજું નામ કહેવામાં આવે છે. ઈસ્લામી આસ્થા અને શિક્ષા અનુસાર ઈસ્લામ એક અલ્લાહ દ્વારા અવતરિત કરવામાં આવેલ ધર્મ છે. આજ કારણે માનવામાં આવે છે કે આની શિક્ષાઓ સૃષ્ટિ અને પ્રાકૃતિક આકાંક્ષાઓની વિરોધી હોઈ શકતી નથી. ઈસ્લામ ધર્મના મૌલિક સ્ત્રોત મનુષ્યની પ્રગતિ સંદર્ભે સોચ-વિચારનું આમંત્રણ આપે છે. જેથી કરીને આના દ્વારા માનવ સમાજની ભલાઈ અને ઉન્નતિ માટે કાર્ય કરવામાં આવે ઈસ્લામી શિક્ષાઓ ફકત પ્રત્યેક સકારાત્મક પરિવર્તનોનું સમર્થન કરે છે એટલું જ નહીં પરંતુ તેને ક્રિયાત્મક સ્વરૂપ આપવા માટે પ્રયાસની પણ વાત કરે છે. જો આ સંબંધમાં ઈસ્લામી ઈતિહાસનું અધ્યયન કરવામાં આવે તો ત્યાંથી આપણને એ વાતના જુદા જુદા પુરાવા અને ઉદાહરણ મળે છે જેમાં આ વિષય અંગે ઈસ્લામનો પક્ષ સ્પષ્ટ થતો નજરે પડે છે.
ઈસ્લામ પ્રત્યેક સ્વરૂપે સકારાત્મક પરિવર્તનનો સમર્થક છે આ વાતનો સૌથી ઉત્તમ પુરાવો ઈસ્લામ ધર્મની તે શિક્ષાઓ છે જેને ઈસ્લામી સમાજ પર લાગુ કરવામાં આવી છે. ઈસ્લામ ધર્મની ઈબાદતો તથા તેની સમસ્ત નિયમાવલી એકી સાથે માનવસમાજ ઉપર આવશ્યક તથા લાગુ કરવામાં આવી નથી પરંતુ માનવ સમાજની ભલાઈને જોતા તેના વિકાસની સાથે આવશ્યકતા અનુસાર લાગુ કરવામાં આવી જેનો મૌલિક ઉદેશ્ય માનવતાની ભલાઈ હતો.
વર્તમાન યુગમાં ઈસ્લામ અને મુસલમાનોને તે વિષયો અંગે ઘેરાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે ઈસ્લામી શિક્ષાઓ મનુષ્યને કટ્ટરપંથી અને રૂઢીવાદી બનાવે છે જેને કારણે તે નવીનીકરણનો સ્વીકાર કરતો નથી અને આનાથી સમાજના વિકાસમાં વિધ્ન ઉભા થાય છે. પરંતુ જો આ વિચારધારાઓનું યોગ્ય અને નિષ્પક્ષ અવલોકન કરવામાં આવે તો જાણવા મળે છે કે ઈસ્લામ પ્રત્યેક સકારાત્મક પરિવર્તનો તથા નવીનીકરણનો સહાયક અને સમર્થક છે તેમજ પ્રત્યેક નકારાત્મક પરિવર્તનોનો વિરોધી છે. આજ રીતે આ પણ સ્પષ્ટ થવું જોઈએ ઈસ્લામ એ તમામ સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનોનો સ્વીકાર કરે છે જે ધર્મની મૌલિકતાઓને અનુરૂપ તથા માનવતાની ભલાઈમાં હોય. આજ રીતે તે તમામ પરિવર્તનોનો વિરોધી છે જે આનાથી વિપરીત હોય. સારાંશ સ્વરૂપે આ વાત કહેવામાં આવી શકે છે કે માનવ હિત અને ભલાઈનો આધાર માનતા ઈસ્લામ પ્રત્યેક સકારાત્મક પરિવર્તનો અને નવીનીકરણનો સમર્થક તેમજ પ્રત્યેક નકારાત્મક પરિવર્તનો અને નવીનીકરણનો વિરોધી છે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)