કિંમતના પ્રમાણે વજન કરો અને વજન નમતું કરો. (હદીસ બોધ)
બોધ વચન
મૃત્યુ અનંતના મહેલને ઉઘાડતી સોનેરી ચાવી છે. -મિલ્ટન
આજની આરસી
૨૭ ડિસેમ્બર શુક્રવાર ર૦૨૪
૨૪ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ બારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૪
ખત્મે ઝવાલ ૧૨-૪૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૨
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
લબ પે આતી હૈ દુઆ બન કે તમન્ના મેરી, જિંદગી શમ્માકી સુરત હો ખુદાયા મેરી દૂર દુનિયાકા મેરે દમસે અંધેરા હો જાએ, હર જગહ મેરે ચમકનેસે ઉજાલા હો જાએ, હો મેરે દમસે યુંહી મેરે વતનકી ઝીનત, જિસ તરહ ફૂલસે હોતી હૈ ચમનકી ઝીનત
ઝીનત= અહીં દેશ માટે સુખ, સમૃદ્ધિ અને બાગ માટે સુંદરતા
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)