પેરિસ, તા.ર૯
વિશ્વ ચેમ્પિયનશિપની રજત ચંદ્રક વિજેતા પી.વી. સિંધુએ ચીનની ચેન યુક્રેઈન સીધી ગેમમાં હરાવી ફ્રેન્ચ સુપર બેડમિન્ટને સિરીઝ મહિલા સિંગલ્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુ પહેલીવાર આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. સિંધુએ ક્વાર્ટરફાઈનલમાં વિશ્વની ૧૦માં નંબરની ચેનનો પડકાર ફક્ત ૪૧ મિનિટમાં ર૧-૧૪, ર૧-૧૪થી સમાપ્ત કરી દીધો.