(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૭
દેશના મુખ્ય ચૂંટણી કમિશરના માર્ગદર્શનના કારણે મતદારોમાં જાગૃતતા વધી રહ્યી છે.જેને પગલે વિવિધ રાજ્યોમાં મતદાનની ટકાવારીમાં પણ વધારો થઇ રહ્યો છે.જેથી પ્રેરાયને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદાનની ટકાવારી વધે તેવા આશયથી રાજ્યના તમામ મતદાન મથકો ઉપર દિવ્યાંગ મતદારોને પડતી અગવડો દૂર કરવાની કવાયત રાજ્યમાં હાથ ધરાનાર છે.
મતદાન કેન્દ્રના પરિસરથી શરુ કરીને મતકુટીર સુધી દિવ્યાંગોને કોઇ અગવડતાનોે સામનો ન કરવો પડે માટે સુચારું વ્યવસ્થાઓ અને માળખું બનાવાઇ રહ્યું છે.
સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં રાત દિવસ ધમધમતી ઇલેકશન બ્રાન્ચે પણ શહેર અને ગ્રામ્યના ૪૫૦૦થી વધુ મતદાર મથકો તરફ ધ્યાન કેન્દ્રીય કયું છે. જેમાં વિવિધ પોલીસ સ્ટેશનના લોકેશન્સ દિવ્યાંગ મતદારોના રહેઠાણની નજીક હોય તેમજ તેમના માટે મતદાન મથકે વિશેષ વ્યવસ્થા કરવાની કવાયત આરંભાય છે. દરેક મતદાન કેન્દ્રમાં રેમ્પ વ્હીલચેર તથા સ્વંચ સેવકોની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત મતદાન મથકોે ઉપર પીવાનું પાણી તેમજ શૌચલાય અને પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે કીટ અને ડોકટરની ટીમોની પણ આ વેળાએ વ્યવસ્થા કરવામાં આવનાર છે.આગામી વિધાનસભાની ચૂટણીઓમાં સ્ત્રી અને પુરુષ મતદારો માટે અલગ હરોળની સુવિધા આપવામાં આવશે. અત્યાર સુધી મતદારો માટે કોમન લાઇન હતી. તેવી જ રીતે મહિલા મતદારો વધુ મતદાન કરી શકે તે માટે દરેક મતદાન કેન્દ્ર ઉપર એક પુરુષ મતદાર મતદાન કરે તે પછી સતત બે સ્ત્રી મતદાન કારી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત વિધાનસભાં ચૂંટણીમાં મતદારો માટો બહાર પાડેલી માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર આ વખતે પ્રજ્ઞાચક્ષુ મતદારોે મતદાન કેન્દ્રમાં સાથી સહાયક લઇ જઇ શકાશે, ઉપરાંત સાથી સહાયક મતકુટીર લઇ જઇ શકશે અને ઇવીએમ ઉપર પણ બ્રેઇન લિપિની સુવીધા રાખવામાં આવી છે.