(એજન્સી) બંગાળ, તા.ર૮
૧૦-૧ર પુરૂષોના એક સમૂહે કથિત રીતે ર૩ વર્ષીય હિજાબ પહેરેલી યુવતીને ધમકાવી અને તેની પાસે ‘જય શ્રીરામ’નું સૂત્ર પણ બોલાવ્યું.
સમાચાર મુજબ આ ઘટના ઉત્તર બંગાળમાં સ્થિત સંસ્થાના પરિસરમાં થઈ. રાત્રે લગભગ ૧૦ વાગે બદમાશોએ યુવતીને કથિત રીતે ધમકી આપી જ્યારે તે પોતાના મિત્રની સાથે કેન્ટીનમાંથી પરત ફરી રહી હતી.
આ ઘટના વિશે જણાવતા યુવતીએ જણાવ્યું કે, પુરૂષોએ તેના પહેરવેશને નોટિસ કર્યા પછી ‘જય શ્રીરામ’નું સૂત્ર લગાવવાનું શરૂ કરી દીધું. યુવતીએ આ પણ જણાવ્યું કે, તેમણે સૂત્ર લગાવતા તેની પર આંગળીઓ પણ ઉઠાવી હતી.
યુવતીએ આરોપ લગાવ્યો કે, શરૂઆતમાં સ્થાનિક પોલીસે તેની ફરિયાદ દાખલ કરવાથી ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તેમણે ફરિયાદમાંથી ધમકી શબ્દ હટાવવા માટે જણાવ્યું.
બીજા દિવસે પોલીસે શબ્દ છોડ્યા વિના તેની ફરિયાદ દાખલ કરી.
પોતાના પહેરવેશ વિશે વાત કરતા યુવતીએ જણાવ્યું કે, તે હંમેશા હિજાબ પહેરે છે અને તેણે પહેલા ક્યારેય આ પ્રકારની સતામણીનો સામનો કર્યો નથી.
આ ઉલ્લેખનીય છે કે, હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપની અદ્ભુત જીત પછી વડાપ્રધાન મોદીએ સૂત્ર આપ્યું હતું ‘બધાનો સાથ, બધાનો વિકાસ.’’ જો કે એક પછી એક સતામણીની ઘટનાઓ સામે આવી રહી છે.