અમરેલી, ૧૬
અમરેલી એસ.ઓ.જી.ઇન્ચાર્જ પીઆઇ સી.જી જોશી તેમજ પીએસસી એમ.એમ મોરી સહિતના સ્ટાફે બાતમીના આધારે લાઠી તાલુકના સુવાગઢ ગામની સીમમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું હતું સુવાગઢ ગામના લખમણ રાણાભાઇ ગોલેતર ઉવ-૬૫ના તેમના માલિકીની ૫ વીઘાથી વધુની વાડીમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલ હોઈ પોલીસે દરોડા પાડી ગાંજો પાકા લીલા છોડ નંગ-૨૫.૭૩૪ વજન ૧૬૪૬.૫૭૭ કી.ગ્રા કિંમત રૂપિયા ૮૨ લાખ,૩૨ હજાર,૮૮૫ તેમજ બિયારણ વજન ૧૨૦.૪૮૦ કી.ગ્રા કિંમત રૂપિયા ૭.લાખ ૨૨ હજાર૮૮૦ મળી કુલ રૂપિયા ૮૯ લાખ ૫૫ હજાર ૭૬૫ નો મુદ્દમાલ કબ્જે લઇ વાડી માલિક લખમણભાઇ રાણાભાઇ રહે જલાલપુર તા.ગઢડા વાળો તેમજ તેમના ત્રણ પુત્રો ઓઘવજી લખમણ જગદીશ લખમણ અને નકળગ લખમણની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી.