ઉર્દૂ શબ્દ ‘આમ આદમી’નો અંગ્રેજી અનુવાદ ‘કોમન મેન’ છે પરંતુ તેનો બીજો એક અનુવાદ ‘મેન્ગો મેન’ પણ મજાકમાં થાય છે.
મિર્ઝા ગાલીબને કેરીઓ કેટલી પ્રિય હતી તે સૌ કોઈ જાણે છે. જૂની દિલ્હીમાં બલ્લીમારાન તરીકે ઓળખાતી સાંકડી શેરીમાં આવેલા પોતાના ઘરના આંગણામાં મિર્ઝા પોતાના મિત્ર રઝુદ્દીન ખાન સાથે બેઠા હતા. આ દરમ્યાન એક વ્યકિત પોતાના ગધેડા સાથે શેરીમાં પ્રવેશ્યો કોઈ વટેમાર્ગુએ રસ્તા પર કેટલીક કેરીઓ અને કેરીની છાલ ફેંકી હતી ગધેડો આ કેરી અને કેરીની છાલ જોઈને તેને સૂંઘવા લાગ્યો પરંતુ એક પણ બટકું ખાધા વિના ત્યાંથી આગળ વધી ગયો. કેરીઓ મિર્ઝાની નબળાઈ છે. તે જાણતા હકીમ રઝીઉદ્દીન ખાને મિર્ઝાની ખિલ્લી ઉડાવતા કહ્યું કે ‘મિર્ઝા જો, કેરી એવી વસ્તુ છે જેને એક ગધેડો પણ ખાવા નથી ઈચ્છતો!’ મિર્ઝાએ તરત જ જવાબ આપ્યો કે ‘ હા, ખરેખર તું સાચો છે’ ગધેડો જ કેરી ના ખાય’
પ્રથમ તસવીર ફ્રાન્સના પૂર્વીય શહેર એમ્નેવિલે ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં નવજાત સફેદ સિંહબાળ પોતાની માતાને વીંટળાઈને સૂઈ રહ્યું હતું. તે સમયે આ તસવીર લેવામાં આવી હતી.
હૈદરાબાદના એક ફ્રુટ માર્કેટમાં કેરીઓના ઢગ વચ્ચે એક વ્યકિત સૂઈ રહ્યો હતો તે સમયે બીજી તસવીર લેવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks