સઉદી દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં ૯ યમની નાગરિકાનાં મોત

મૃતકોમાં બે મહિલાઓ અને સાત બાળકો

 

(એજન્સી)                             તા.રપ

યમનના ઈબબ પ્રાંતના રહેણાંક વિસ્તાર પાસે સઉદીએ હવાઈ હુમલો કરતા ૯ બાળકો અને મહિલાઓના માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે સઉદી દ્વારા કરવામાં આવેલા હુમલામાં સાત બાળકો અને બે મહિલાઓના મૃત્યુના અહેવાલ પ્રાપ્ત થયા છે. સઉદીના લડાકુ વિમાનોએ રાજધાની સનાના કેટલાક વિસ્તારોમાં પણ હવાઈ હુમલા કર્યા હતા, જો કે જાનહાનિના કોઈ જ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

શુક્રવારે યમનના સેના અને સાથી લડવૈયાઓએ સાથે મળીને સઉદીના જિઝાન પ્રાંત પાસે સઉદીની સેનાના ત્રણ જવાનોની ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી. યમનમાં ડઝનથી વધુ સઉદીના જવાનોને મારી નાખ્યા હતા. યમનના તૈઝ પ્રાંત પાસે ત્રણવાર સઉદીની ઘૂસણખોરી અટકાવી હતી. વર્ષ ૨૦૧૫ના માર્ચ મહિનાથી સઉદી અને યમન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સઉદી યમનના પૂર્વ રાષ્ટ્રપતિ મન્સૂર હાદીને સત્તામાં લાવવા માટે આક્રમક હુમલા કર્યા જેમાં ૧૧૪૦૦થી વધુ લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે. સઉદીના હુમલાઓએ હોસ્પિટલ, શાળાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

યમનની સેના સઉદી દ્વારા કરવામાં આવતા હુમલાઓ વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts