અમેરિકા અત્યારે અને હંમેશાં માટે ઇઝરાયેલની જ પડખે છે : માઇક પેન્સ

(એજન્સી) વોશિંગ્ટન, તા. ૧૮
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સે જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ઇઝરાયેલમાં અમેરિકાના દૂતાવાસને અલ કુદ્‌સમાં ખસેડવા માટે ગંભીરપણે વિચારી રહ્યું છે અને અમેરિકા અત્યારે અને હંમેશા માટે ઇઝરાયેલની પડખે જ રહેશે.
પેન્સે સોમવારે સાંજે જણાવ્યું હતું કે, હું વચન આપું છું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના દૂતાવાસને તેલ અવીવમાંથી જેરૂસલેમમાં ખસેડી દેશે. તેમાં શંકાનો કોઇ સ્થાન નથી હવે જોવાનું એ છે કે, ક્યારે થશે.
પેન્સનું નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે વોશિંગ્ટન ડીસીમાં ઇઝરાયેલ માટે ખ્રિસ્તીઓને સંગઠિત કરવા માટે ભાષણ ચાલી રહ્યું હતું. આ દરમિયાન તેમણે તેમના વહીવટીતંત્ર દ્વારા ઇઝરાયેલને આપેલા વચનો યાદ કર્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રથમ વિદેશ પ્રવાસમાં ઇઝરાયેલની મુલાકાત લીધી ત્યારબાદ ઇઝરાયેલના લોકો વચ્ચેની બેઠકમાં ઉપરોક્ત વચનો અપાયા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જો વિશ્વ ન જાણતું હોય તો જાણી લે કે, અમેરિકા હંમેશા ઇઝરાયેલ સાથે રહેશે અને હાલ પણ તે મજબૂતી સાથે ઇઝરાયેલના પક્ષમાં છે. પેન્સના ભાષણ પહેલા ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂએ જણાવ્યું હતું કે, વિશ્વએ જાણી લેવું જોઇએ કે, ઇઝરાયેલનું પાટનગર અલ કુદ્‌સનું જેરૂસલેમ છે. અમારૂ પાટનગર જેરૂસલેમ હોવાથી વિશ્વના દેશોના દૂતાવાસો પણ જેરૂસલેમમાં જ હોવા જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks