અમેરિકાએ ઈરાન સાથે પરમાણુ સંધિ સમાપ્ત

(એજન્સી) તા.૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે ૨૦૧૫માં પરમાણુ સમજૂતીથી અમેરિકાને અલગ કરવાની જાહેરાત કરી હતી. જે પછી ડીલ રદ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં ઇરાન સાથે સંકળાયેલા સમજૂતી પછી આર્થિક સબંધોમાં જે નિયમો હતા તે ફરીથી લગાવવામાં આવશે. આ નિર્ણયથી ભારત પર દબાણ વધશે. જેના પરિણામે ઘરેલું બજારમાં કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થશે. ભારત ક્રૂડનો મોટો આયાત કરતો દેશ છે અને જરૂરિયાતનું ૮૫ ટકા આયાત કરે છે. જેમ કે ક્રૂડ ખર્ચાળ છે તો આયાત બીલના રૂપમાં સરકારને વધુ પૈસા ચૂકવવા પડે છે. ઓઇલ આયાત ખર્ચાળ થવાથી દેશના સરકારી ખજાના પર અસર થશે. આ નિર્ણયથી તરત જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલ મોંઘુ થઈ ગયું છે. જો સરળ શબ્દો સમજીએ તો ભારતને ક્રૂડ ઓઇલ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલ વધુ મોંઘા થશે. જેમ કે પેટ્રોલ-ડીઝલને ખરીદવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્રતા આવવા પર ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks