(એજન્સી) રક્કા,તા.૪
સીરિયાના રક્કા શહેર પર અમેરિકી ગઠબંધન દળોએ કરેલા હવાઈ હુમલાઓમાં ૧૧ નાગરિકોનાં મોત થયા હોવાનો મોનિટરિંગ ગ્રુપે દાવો કર્યો. રક્કા શહેર પર આઈએસઆઈએસના આતંકવાદીઓનો કબજો છે. આ હુમલાનો ભોગ બનનારમાં એક મહિલા અને ૪ બાળકો હતા. આ હુમલામાં ઘણી ઈમારતો નાશ પામી અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ર૦૧૪થી અમેરિકી દળોની આગેવાની હેઠળની ગઠબંધન સેનાએ યુનોની અને સીરિયા સરકારની મંજૂરી વગર દાઈશના આતંકવાદીઓને હવાઈ હુમલા દ્વારા લક્ષ્યાંક બનાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે નાગરિકોનાં મોત થયા હોવાના આરોપો લાગ્યા છે. ગઠબંધન દળો દાઈશના આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરવાના તેના લક્ષ્યાંક અંગે પણ તે અસમર્થ પુરવાર થયું છે. બ્રિટન સ્થિત જૂથનું કહેવું છે કે ગઠબંધનના હવાઈ હુમલામાં સીરિયન ડેમોક્રેટિક દળો દ્વારા કરાતા બોમ્બમારાનો લક્ષ્યાંક કુર્દીશ અને અરબ ત્રાસવાદીઓ ભોગ બન્યા છે. જૂથે કહ્યું કે સીરિયન ડેમોક્રેટિક દળો અને તકફીરી દાઈશ ત્રાસવાદી જૂથો વચ્ચે આંતરિક અથડામણો ચાલે છે. ફાઈટરો દાઈશના આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. જે રક્કા નજીક પહોંચી ગયા છે. દાઈશે ર૦૧૪માં રક્કાનો કબજો લીધો હતો. તે જ વર્ષ સીરિયામાં દાઈશના આતંકવાદીઓએ ત્રાસવાદ ફેલાવવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ સીરિયાનો મોટો ભાગ કબજે કર્યો હતો. પરંતુ હાલમાં સીરિયન સેનાએ ત્રાસવાદીઓને મોટો ફટકો માર્યો છે. રક્કામાંથી ભાગી તુર્કી તરફ જતા એક નાગરિકને તુર્કીના ગાર્ડે ઠાર કર્યો હતો.