અમોના પીડિતોને ન્યાય આપવા ઈઝરાયેલે વેસ્ટબેંકમાં નવી વસાહતને મંજૂરી આપી

(એજન્સી)                            તા.ર

ઈઝરાયેલી સુરક્ષા મંત્રી મંડળે ગુરૂવારે અમોના વસાહત પાસે આવેલા ઈમોક શિલોમાં નવી વસાહત બાંધવા અંગેના સમર્થનમાં મત આપતા આ અંગે મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૦૬માં ઈઝરાયેલી હાઈકોર્ટે અમોના વસાહતને ગેરકાયદેસર ગણાવી હતી. એટલું જ નહિ ૨૦૧૪માં તેને ખાલી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શિલો વિસ્તારમાં વસાહત હોવા છતાં ઈઝરાયેલની નેતાન્યાહુ સરકાર નવી ગેરકાયદેસર વસાહત બાંધવાની તૈયારીઓ કરી રહી છે. અમોનાના સ્થાને નવી ગેરકાયદેસર વસાહત બાંધવામાં આવી રહી છે. અમોનાના યહુદી પીડિતોને નવી વસાહતમાં ઘર આપવામાં આવશે.

અગાઉ જ્યારે અમોનાને તોડી પાડવામાં આવી હતી ત્યારે વડાપ્રધાન નેતાન્યાહુએ ઈઝરાયેલવાસીઓને તેમના ઘર પાછા આપવાનું વચન આપ્યું હતું. PLO સંસ્થાના કારોબારી સભ્ય હાના અશરાવીએ જણાવ્યંુ હતું કે આજે ઈઝરાયેલ તરફથી જે જાહેરતા કરવામાં આવી તેનાથી ફરિવાર સ્પષ્ટ થાય છે ઈઝરાયેલ તેના યહુદી નાગરિકો માટે શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ કેટલી હદ સુધી ઉલ્લંઘન કરી શકે છે. આ પ્રકારના કૃત્યોથી વિસ્તારમાં અસ્થિરતા ફેલાઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી વસાહત બાંધવા અંગે હજી કોઈ મંજૂરી આપી નથી. નેતાન્યાહુએ અમોનાના ૨૦૦૦ પરિવારોને તેમના ઘર પરત આપવાનું વચન આપ્યું હતું.

વ્હાઈટ હાઉસના સત્તાધીશ જણાવ્યુ કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વસાહત મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આનાથી કોઈ શાંતિ-ભંગ કે શાંતિ સ્થાપી શકાશે નહિ. ઈઝરાયેલી સરકારે જણાવ્યું હતું કે વસાહત બાંધવા અંગે તેઓ ટ્રમ્પ સરકારની પણ પ્રતિક્રિયા લેશે. તેમણે વધુમાં કહ્યું કે વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે તેઓ પેલેસ્ટીન-ઈઝરાયેલ અને અન્ય રાષ્ટ્રો સાથે વાતચીત કરવાનું જારી રાખશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts