અસંખ્ય લૂંટ અને મારામારીના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત રણજીત ઝડપાયો

અમરેલી, તા.૨૦
અમરેલી સહિત જિલ્લાના ચલાલા બગસરા અને જૂનાગઢના વિસાવદર પોલીસ મથકમાં અસંખ્ય લૂંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રણજીત ભાભલુભાઈ વાળા રહે.સરંભડા વાળને ગઈરાત્રીના અમરેલી એલસીબી પોલીસે લાઠી રોડ ગુરૂદત પેટ્રોલપંપ પાસેથી ઝડપી લીધો હતો. અમરેલી તાલુકા પોલીસની હદમાં રણજીત ભાભલુ વાળાએ ગત તા.૧૩/૧૨/૨૦૧૬ના એક ખાનગી બસને રોકી બસના ક્લીનરને નીચે ઉતારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ રૂપિયા ૭૦૩૦ અને મેમો લૂંટી લીધો હતો. આ અંગે બસના ક્લીનર જીવણભાઈ વાઘજીભાઈ ગોહિલે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન ગઈકાલે બાતમી રાહે એલસીબી પોલીસે પકડી પાડેલ હતો અત્રે ઉલ્લેખનીય છે કે, રણજીત વાળા અસંખ્ય લૂંટ તેમજ મારમારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના ગુનામાં નાસતો ફરતો હતો અને અગાઉના કેસમાં કોર્ટ મુદતમાં પણ હાજર રહેતો ન હતો જેથી કોર્ટે પણ ૧૫ જેટલા પકડ વોરંટ કાઢેલ હતા. અંતે આ ખૂંખાર લૂંટારાને પોલીસે પકડી રાહતનો દમ લીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks