બિહાર પોલીસે નિર્દોષ લેબેનોની નાગરિકને આતંકવાદી બનાવી નાંખ્યો, ફઝલને ૧૩ મહિના સુધી જેલમાં રહેવું પડયું

(એજન્સી) સીતામઢી, તા.૭
બિહાર પોલીસની છબી ફરી એકવાર ખરાબ થઈ છે. પોલીસ અધિકારીઓ એક નિર્દોષ લેબેનોની નાગરિકને જેલમાં નાંખી તેને આતંકવાદી ઘોષિત કરવામાં કોઈ કસર મૂકી નથી લેબેનોની નાગરિકનું નામ ફદીફઝલ છે. ફઝલે વાતચીત દરમ્યાન જણાવ્યું કે, તેણે એક એવા અપરાધને કારણે જેલમાં ૧૩ મહિના સુધી રહેવું પડયું જે તેણે કર્યો જ નથી. હાલ ષડયંત્ર તેઓ જેલની બહાર છે. ફઝલને જેલમાં પહોંચાડવાનું બિહારના સીતામઢી જિલ્લાની પોલીસનું છે ફઝલે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે જ્યારે સમગ્ર મુદ્દો સામે આવ્યો ત્યારે પોલીસ જવાબ આપવા તૈયાર નથી. જિલ્લાના એસ.પી.હરિપ્રસાદનું કહેવું છે કે આ મામલો હમણાં અદાલતમાં સુનાવણી હેઠળ ચાલી રહ્યો છે. જ્યારે રાજ્ય પોલીસ મુખ્યાલયના મુઝફફનગરના ઝોનલ આઈ.જી. સુનિલકુમારથી વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. લેબેનોની નાગરિક ફઝલના જણાવ્યાનુસાર ગયા વર્ષે ૮ જુલાઈ ર૦૧૬ના રોજ નેપાળની ટૂરે આવ્યા હતા જે દરમ્યાન સીતામઢીમાં દાખલ થઈ ગયા હતા. સીતામઢી મોહનપુર ચોક પર તેને જોતા નગર પોલીસ અધિકારી વિશાલ આનંદને વીઝા વગર ભારતમાં પ્રવેશવાના આરોપસર જેલમાં ધકેલી દીધો. પોલીસને લેબેનોની નાગરિકની બેગ તપાસ કરતા તેમાંથી હાર્ડ ડિસ્ક મળી જેના આધારે તેને આતંકવાદી કરાર આપવામાં આવ્યું. આ મામલાની તપાસ વિજયકુમાર ગુપ્તાને સોંપવામાં આવી. પૂછપરછ પરિવારજનો ગુપ્તાએ લેબેનોની નાગરિકના પરિવારજનોથી લાંચની માંગ કરી ગૃહ વિભાગના અધિકારીઓએ પણ સિતામઢી એસ.પી.ને તપસના આદેશ આપ્યા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks