કાશ્મીરમાં હિંસક જુવાળ : બડગામ જિલ્લાનું ત્રણ મહિનાનું સરવૈયું

(એજન્સી) બડગામ, તા.૧૦

બુરહાન વાનીની એન્કાઉન્ટરમાં હત્યા બાદ બડગામ જિલ્લામાં એવો જંગી વિરોધ ભડકી ઉઠ્યો હતો કે સુરક્ષા દળોએ ટોળાને વિખેરવા માટે કરેલા બળપ્રયોગમાં આઠનાં મોત થયા હતા. એકત્ર કરાયેલ ડેટા અનુસાર મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લમાં છેલ્લા ત્રણ મહિનામાં ભડકી ઉઠેલ હિંસા જુવાળમાં રપ૭ લોકો ઘાયલ થયા હતા, જે એક વખત શાંતિપૂર્ણ જિલ્લા તરીકે ઓળખાતો હતો. જિલ્લાના એકેએક વિસ્તારમાં વિરોધ રેલીઓ યોજવામાં આવી હતી.

મૃત્યુ

હિંસામાં માર્યા ગયેલા લોકોમાં માગમ વિસ્તારના અરિપંથાન ગામના ચારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લાના ચાદૂરા ખાનસાબ, વાડવાન અને કાવૂસા ગામમાંથી એક-એક વ્યક્તિનું મોત થયું હતું. પ ઓગસ્ટથી ખૂનરેજી ચાલુ થઈ હતી. જ્યારે નાગામ ચાદૂરા ખાતે લાલીપોર ગામના ૩પ વર્ષના મુહમ્મદ મકબૂલ વાગયનો  ગોળીબારમાં મૃત્યુ થયું હતું. એ જ દિવસે માલનૂરા ખાનસાબના ર૪ વર્ષના યુવાન સમીર અહમદ વાનીનું મોત થયું હતું. ૧૧ દિવસના અંતર બાદ અમિપંથાન ખાતે વધુ ચાર નાગરિકોનાં મોત થયા હતા જ્યાં સુરક્ષાદળોએ ૧૬ ઓગસ્ટના રોજ વહેલી સવારે દેખાવકારો પર ગોળીબાર કર્યા હતા.

અશાંતિ વચ્ચે અકસ્માતમાં મોત

દરમ્યાન પથ્થરમારા વચ્ચ્‌ શ્રીનગર-ગુલમર્ગ હાઈવે પર કાવૂસા બસ સ્ટેપ ખાતે બેરીકેડ સાથે બાઈક અથડાતાં ૩૦ સપ્ટેમ્બરના રોજ ગાગરપોરાના મુહમ્મદ યુસુફ ખાંડેનું મોત થયું હતું.

સ્વાતંત્ર્ય રેલી નિષ્ફળ બનાવી

સુરક્ષા દળોએ છેલ્લા ત્રણ મહિનાની અશાંતિમાં જિલ્લાના વિવિધ સ્થળોએ ડઝન જેટલી સ્વાતંત્રતા તરફી રેલીઓ કાઢવાના પ્રયાસો નાકામિયાબ બનાવ્યા હતા. બિરવાહનારાથસુન ગામે ૧પ લોકોને ઈજાઓ પહોંચી હતી.

ઈજાઓ

બડગામ જિલ્લમાં કુલ રપ૭ જખ્મી લોકો પૈકી ર૮ને ગોળીબારમાં ગોળીબારમાં ઈજા પહોંચી હતી. જ્યારે ૧૬૭ પેલેટ ઈજાઓના ભોગ બન્યા હતા. જે પૈકી ર૯ને આંખમાં ઈજા પહોંચી હતી. આંખમાં ઈજા પહોંચી હતી. આ આંકડામાં ઈજાગ્રસ્ત સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

ધરપકડ

સરકારે જિલ્લામાં દેખાવકારો પર કડક કાર્યવાહી હાથ કરી હતી અને જાહેર સુરક્ષા ધારા (પીએસએ) હેઠળ ર૧ની ધરપકડ કરીને તેમને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દીધા હતા. આ ઉપરાંત ચારી-એ-શરીફમાંથી પ૩ની ધરપકડ કરાઈ.

બૈતુલમાલ

જુદા જુદા સંગઠનોએ વિરોધ દેખાવો દરમ્યાન માર્યા ગયેલા અને ઈજાગ્રસ્તોના સગાસંબંધીઓને સહાય કરવા જિલ્લાના લોકો પાસેથી શાકભાજી, ફળો, કપડા અને નાણાં એકત્ર કર્યા હતા અને સહાય કાર્યો હાથ ધર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts