ઉલ્લાસ અને શાંતિ

નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. આશા રાખીએ કે આ વર્ષે સમગ્ર વિશ્વમાં શાંતિ અને ઉલ્લાસ છવાઈ જાય અને સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી હિંસાની દુઃખદ યાદોને ભૂંસીને નવું વર્ષ શાંતિ અને આનંદનું પ્રતીક બની જાય.

1પ્રથમ તસવીરમાં રહેલા અત્યંત સુંદર પુષ્પને જોઈને ચોક્કસપણે તેવી ભાવના ઉજાગર થાય કે આ સુંદર મજાના રંગબેરંગી ફૂલો પણ તમામના જીવનમાં રંગો ભરી દે અને જેમ વહેલી સવારે ફૂલો ખીલે ત્યારે એવું જ લાગે છે કે જાણે તેઓ સ્મિત કરી રહ્યા છે. આ ફૂલો જેવો જ મલકાટ વિશ્વના તમામ લોકોના ચહેરા પર સદાય માટે જોવા મળે… આમીન !

માનવી સુખી હોય ત્યારે તો તે હસતો જ હોય છે પરંતુ એવું કહેવાય છે કે જે દુઃખમાં પણ હસી શકે તે જ સાચો માનવી. આ તસવીરમાં રહેલી બાળકીનું સ્મિત આપણને દુઃખના પહાડો વચ્ચે પણ હસતા રહેવાની શીખ આપી જાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts