શિકાગોનું બોટાનિક ગાર્ડન

c

શિકાગોમાં આવેલ બોટાનિક ગાર્ડનને સુંદર તસવીરો લેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ કહી શકાય. આ ગાર્ડન ૩૮પ એકર જમીન પર ફેલાયેલું છે જેમાં વિવિધ પ્રકારના લાખો છોડ અને ફૂલો પથરાયેલા જોવા મળે છે. અહીંના રોઝ ગાર્ડન, ઈંગ્લીશ ગાર્ડન અને સુંદર શ્વેત છત્ર હેઠળ આવેલા તળાવમાં આર્ટ ફેસ્ટિવલ, વિસ્કોન્સિન ઈલિનોઈસ લીલી સોસાયટી શો તથા ટ્રી વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં પ્રવેશવાનો માર્ગ ભૂલભૂલામણી જેવો છે જે તમારા ધૈર્યની પરીક્ષા લેતો હોય તેવું લાગે પરંતુ જ્યારે તમે આ ગાર્ડનમાં પ્રવેશો ત્યારે અહીંનો નજારો તમને બધું જ ભૂલીને કુદરતનું સાનિધ્ય માણવા આકર્ષશે. આ અત્યંત સુંદર એવા બોટાનિક ગાર્ડનની કેટલીક પ્રાકૃતિક નયનરમ્ય તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે.
કાંટાળી વનસ્પતિ પણ દેખાવે સુંદર હોઈ શકે અને લોકોની નજરોને પોતાની તરફ આકર્ષી શકે તેનો પુરાવો પ્રથમ તસવીર છે.
બીજી તસવીરમાં તળાવની વચ્ચે ખીલેલું સુંદર કમળ જોવા મળે છે સાથે જ તેની બાજુમાં રહેલી નાજુક કળી પણ જોવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks