ચીન ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા ઉત્સુક, મધ્યસ્થી બનવાનો પ્રસ્તાવ, પણ અમરનાથ હુમલા બાબતે ચૂપકીદી

(એજન્સી) બેઈજીંગ, તા.૧ર
પાકિસ્તાન ભારત વચ્ચે વધેલ તંગદિલી ઘટાડવા અને સંબંધો સુધારવા ચીન મધ્યસ્થી કરવા રચનાત્મક ભૂમિકા ભજવવા ઓફર મૂકી રહ્યું છે. પણ એમણે અમરનાથ યાત્રીકો ઉપર કરાયેલ ત્રાસવાદી હુમલા બાબતે ચુપકીદી સેવી છે. એ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. આશ્વાસન આપ્યું કે નથી હુમલાને વખોડ્યું. અમરનાથ યાત્રીકો ઉપર કરાયેલ હુમલાની તપાસ શરૂ કરાઈ છે અને લશ્કર તરફ જ શંકાની સોય સધાયેલ છે. પશ્ચિમના મુખ્ય દેશો અને ભારતના પાડોશી દેશોએ અમરનાથ હુમલાને વખોડી કાઢયા છે અને આ હુમલાને જધન્ય અપરાધ ગણી અમાનવીય ગણાવ્યું છે. ચીન એક મુખ્ય પાડોશી દેશ છે જેમણે હુમલાને વખોડ્યો નથી. ચીન અને ભારત વચ્ચેના સંબંધો પણ વણસી રહ્યા છે. સિક્કીમ સેકટરમાં બન્ને દેશોના દળો સામસામે છે. ભારતીય સેના ભૂતાન સરકારે સાથે સહયોગ રાખી આગળ વધી રહી છે અને ચીનને રોડ બનાવવા માટે પડકારી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks