(એજન્સી) બેજિંગ, તા. ૬
સિક્કીમના ભારત-ચીન સીમા પર ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદની વચ્ચે ચીને કડક વલણ દાખવતાં એવું જણાવ્યું કે જર્મનીના હમ્બર્ગમાં જી ૨૦ દેશોના શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીતનો માહોલ યોગ્ય નથી, આવી કોઈ મુલાકાત પહેલેથી નિર્ધારીત નહોતી. એવી ખબરો હતી કે સીમા પર ચાલી રહેલા ટકરાવને ખતમ કરવા માટે બન્ને દેશોના ટોચના નેતાઓ વચ્ચે હમ્બર્ગમાં મુલાકાત થઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતુ કે મોદી અને જિનપિગ જી ૨૦ શિખર સંમેલનની સિવાય વાતચીત કરીને આ વિવાદને ખતમ કરી શકે છે. હમ્બર્ગમાં શુક્રવારથી શરૂ થઈ રહલા શિખર સંમેલન પહેલા ચીની વિદેશ મંત્રાલયના એક અધિકારીએ એવું કહ્યું કે રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત માટે આ યોગ્ય સમય નથી. મોદી ગુરુવારે રાતે ઈઝરાઈલથી જર્મનીના હમ્બર્ગ જવા રવાના થઈ રહ્યાં છે જ્યાં તેઓ જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશે. બ્રિક્સ દેશોમાં ભારત, ચીન, રશિયા, અમેરિકા, બ્રાઝીલ, જર્મની, દક્ષિણ આફ્રિકા જેવા દેશો સભ્ય છે. અધિકારીએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે ભારત વિવાદીત સીમામાંથી તેના લશ્કરને પાછું બોલાવે તો પરિસ્થિતિને હળવી કરવા માટેનું કદમ ઉઠાવી શકાય છે. જોકે પ્રવક્તાએ ચોખ્ખું કહ્યું કે શુક્રવારે બ્રિક્સ દેશોના નેતાઓની બેઠક યોજાશે. તેમાં મોદી અને જિનપિંગ ભાગ લેવાના છે. શુ મોદી અને જિનપિંગ મળશે, તેવા એક સવાલના જવાબમાં પ્રવક્તાએ કહ્યું કે તમામ યોગ્ય માહિતી સમયાનાસુર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી બન્ને દેશ વચ્ચે સિક્કીસ સરહદે વિવાદ ચાલી રહ્યો છે. આ બયાન દ્વારા ચીન ચોખ્ખું કહેવા માંગે છે કે ચીન આ સમયે ભારત સાથે મુલાકાત કરવા ઈચ્છુક નથી. અને ચીનની ઈચ્છા મુલાકાત કરવાની નથી. જ્યારે જી ૨૦ સંમેલન સિવાય બ્રિક્સ દેશોના નેતાઓ વચ્ચેની મુલાકાતની વાત કરવામાં આવી છે. પરંતુ ભારત-ચીનના નેતાઓ વચ્ચે અલગથી કોઈ મુલાકાત નિર્ધારીત કરવામાં આવી નથી. અથવા તો ક્યારેય પણ આવી કોઈ મુલાકાત નક્કી કરવામાં આવી નથી.
બ્રિક્સ સંમેલનમાં બન્ને દેશોના રાષ્ટ્રધ્યક્ષો એક જ કમરામાં હાજર હશે પરંતુ સવાલ એ છે કે શું તેઓ એકબીજા તરફ કદમ આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે ચીનના સરકારી માલિકના અખબાર ગ્લોબલ ટાઈમ્સે તો ત્યાં સુધી લખી નાખ્યું કે જો સિક્કીમ વિવાદનો યોગ્ય રીતે ઉકેલ લાવવામાં નહીં આવે તો ચીનને તેની લશ્કરી તાકાતનો ઉપયોગ કરવાની ફરજ પડશે. ચીને સિક્કીમના ડોંગલોગ વિસ્તારમાંથી તેનું લશ્કર ખસેડી લેવાનું જણાવ્યું છે.ચીને તો ભારતને એવી પણ ધમકી આપી હતી કે જો યુદ્ધ થશે તો ભારતને ૧૯૬૨ ના સમય કરતાં પણ વધારે ખુવારી વેઠવી પડશે. એટલે ભારત સન્માપૂર્વક તેનું લશ્કર પાછું બોલાવે અન્યથા અમને લાત મૂકીને કાઢી મૂકવા આવડે છે.
ચીને મુલાકાત રદ કર્યા બાદ ભારતનો જોરદાર
જવાબ : ‘અમે મુલાકાત માટે કહ્યું ન હતું’
(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
ચીન દ્વારા જી-૨૦ સંમેલનમાં મોદી-જિનપિંગની બેઠકને રદ કરવાની જાહેરાત કરવામા આવ્યાં બાદ ભારતે ચીનને જવાબ વાળતાં એવું કહ્યું કે અમે આ મુલાકાતની માંગણી કરી નહોતી. ઈઝરાયલમાં વડાપ્રધાન મોદીના પ્રતિનિધિમંડળના ભાગ બનેલા એક ભારતીય અધિકારીએ નામ ન આપવાની શરતે એવું કહ્યું કે અમે આવી કોઈ બેઠક માટે કહ્યું નહોતું. તેથી માહોલ પર્યાપ્ત નથી તેવી વાત નકામી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મોદી અને જિનપિંગ વચ્ચે કોઈ બેઠક નક્કી કરવામાં આવી નથી. આ પહેલાં એવો રિપોર્ટ મળ્યો હતો કે મોદી અને જિનપિંગ જી-૨૦ સંમેલનમાં મળી શકે છે. પરંતુ ચીને સત્તાવાર રીતે આ મુલાકાતનો ઈન્કાર કરી દીધો છે.