(એજન્સી) રોબટ્રર્સગંજ, તા.૧૪
ઉત્તરપ્રદેશના રોબટ્રર્સગંજ સુરક્ષિત બેઠકથી ભાજપાના લોકસભા સાંસદ છોટેલાલ ખરવારેએ વિવાદીત નિવેદન આપ્યું છે. તેઓએ પોલીસવાળાઓને કૂતરાથી પણ ખરાબ ગણાવ્યા છે. ભાજપા સાંસદે કહ્યું કે, યુપી પોલીસમાં જે સીઓ, કોન્સ્ટેબલ, જમાદાર અને અન્ય પોલીસકર્મી જે છે એ કૂતરાની જેમ છે. અહીંયા સુધી કે તેમનાથી પણ ખરાબ છે. જે લોકો તેમની સામે ટુકડાઓ ફેંકે છે તેમના ઈશારા પર આ પોલીસવાળા પૂંછડી પટપટાવે છે. સાંસદ ખરવાર પોતાના નાનાભાઈ અને નૌગના પ્રખંડ પ્રમુખ જવાહર ખરવારની હારથી નારાજ હતા. તેમના નાના ભાઈ ફરીથી આ પદ માટે થનારી ચૂંટણીમાં ઉમેદવાર છે અને આને લીધે તેમને સુરક્ષાની માંગ કરી હતી પણ તેમને કોઈ મદદ ન મળી. તેમનાથી નારાજ સાંસદ મહોદયે પોલીસવાળાને ખૂબ જ ખરી-ખોટી સંભળાવી હતી. સાંસદે સદનમાં પણ આ મામલાને ઉઠાવવાની ધમકી આપી હતી. જે સમયે ભાજપા સાંસદ પોતાનો ગુસ્સો નીકાળી રહ્યા હતા તે વખતે ત્યાં તેમના ઘણા સમર્થક હાજર હતા. સાંસદની હાજરીમાં તેમના સમર્થકોએ સૂત્રોચ્ચારો કર્યા. સાંસદને શાંત કરાવવા માટે ડીએમ હેમંતકુમાર હાથ જોડી ઊભા રહ્યા પણ સાંસદ મહોદય પોતાની ભડાસ નીકાળતા રહ્યા હતા.