કૂકની અણનમ બેવડી સદીથી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ

મેલબોર્ન, તા.૨૮
ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ઓપનિંગ બેટ્‌સમેન કુકની અણનમ બેવડી સદીની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ વખત અતિ મજબુત સ્થિતી મેળવી લીધી હતી. ઇંગ્લેન્ડે હવે નવ વિકેટે ૪૯૧ રન બનાવી લીધા છે અને તેની એક વિકેટ હજુ હાથમાં છે. આજે રમત બંધ રહી ત્યારે કુક ૨૪૪ રન સાથે રમતમાં હતો. જ્યારે એન્ડરસન શુન્ય રન સાથે રમતમાં હતો. કુકે ૪૦૯ બોલમાં ૨૭ ચોગ્ગાની સાથે આ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ હવે ઓસ્ટ્રેલિયા પર ૧૬૪ રનની લીડ ધરાવે છે અને તેની એક વિકેટ હાથમાં છે. તે જોતા આવતીકાલની રમત રોમાંચક બની શકે છે.
મેલબોર્ન ટેસ્ટ : સ્કોરબોર્ડ
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૩૨૭
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ
કૂક અણનમ ૨૪૪
સ્ટોનેમન કો. એન્ડ બો. લિયોન ૧૫
વિન્સ એલબી બો. હેઝલવુડ ૧૭
રુટ કો. લિયોન બો. કમિન્સ ૬૧
માલન એલબી બો. હેઝલવુડ ૧૪
બેરશો કો પૈની બો. લિયોન ૨૨
અલી કો. શોનમાર્શ બો. લિયોન ૨૦
વોક્સ કો. પૈની બો. કમિન્સ ૨૬
કુરેન કો પૈની બો. હેઝલવુડ ૦૪
બ્રોડ કો. ખ્વાજા બો. કમિન્સ ૫૬
એન્ડરસન અણનમ ૦૦
વધારાના ૧૨
કુલ (૧૪૪ ઓવરમાં ૯ વિકેટે) ૪૯૧
પતન : ૧-૩૫, ૨-૮૦, ૩-૨૧૮, ૪-૨૪૬, ૫-૨૭૯, ૬-૩૦૭, ૭-૩૬૬, ૮-૩૭૩, ૯-૪૭૩.
બોલિંગ : હેઝલવુડ : ૩૦-૫-૯૫-૩, બર્ડ : ૩૦-૫-૧૦૫-૦, લિયોન : ૪૨-૯-૧૦૩-૩, કમિન્સ : ૨૯-૧-૧૧૭-૩, માર્શ : ૧૨-૧-૪૨-૦, સ્મિથ : ૧-૦-૧૧-૦

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks