Blog

દિનાકરનના વફાદાર ૧૯ ધારાસભ્યો રાજ્યપાલને મળ્યા, મુખ્યમંત્રી બદલવાની માંગ કરી

(એજન્સી) ચેન્નઈ, તા. ૨૨
એઆઈડીએમકે વિલય પછી દિનકરનના વફાદાર ૧૦ ધારાસભ્યો રાજ્યપાલને મળ્યાં હતા અને મુખ્યમંત્રી બદલવાની માંગ કરી હતી. દિનકરના વફાદાર ૧૯ ધારાસભ્યો મુખ્યમંત્રી પલાનીસામી સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો હતો. પરિણામે સંભવત પલાનીસામી સરકાર લઘુમતીમાં આવી છે અને રાજ્યમાં નવો રાજકીય વિખવાદ પેદો થયો હોય તેમ લાગી રહ્યું છે. પાર્ટી મહાસચિવ પદેથી બરખાસ્ત કરવામાં આવેલા દિનકરની આગેવાની ૧૯ ધારાસભ્યો રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવને મળ્યાં હતા અને બંધારણીય પ્રક્રિયામાં દખલ દેવાની માંગ કરી હતી. બળવાખોર ધારાસભ્યોએ એક પત્ર સોંપ્યો હતો જેમાં અવિશ્વાસનો અભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક ધારાસભ્યે કહ્યું કે અમે સરકારની ઉથલાવી નાખવા માંગતા નથી પરંતુ મુખ્યમંત્રી બદલવા માંગીએ છીએ. અમે વિશ્વાસનો મત લેવા માંગીએ છીએ, અમે રાજ્યપાલને આ વાતનો સંદેશો આપી દીધો છે. બીજા એક ધારાસભ્યે કહ્યું કે મુખ્યમંત્રી પલાનીસામી ભ્રષ્ટ છે અને તેઓ ઘણા તબક્કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યાં છે. ૨૩૪ સભ્યો ધરાવતા તમિલનાડુ વિધાનસભામાં એઆઈએડીએમકેના ૧૩૪ ધારાસભ્યો છે પરંતુ ૧૯ ધારાસભ્યોએ પલાનીસામીને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હોવાથી સરકારની બહુમતીનો આંકડો ઘટીને ૧૧૮ પર આવી ગયો છે. એઆઈડીએમકેના બે જૂથોનો વિલય થયો છે. પાર્ટીએ આજે વિધિસર રીતે મુખ્યમંત્રી ઈ પલાનીસામી સાથેના જોડાણની જાહેરાત કરી હતી. પલાનીસામી અને પનીરસેલ્વમે એકબીજા સાથે હસ્તધૂનન કર્યું હતું. પાર્ટીએ વીકે શશિકલાને હાંકી કાઢવાની પણ સંમતિ આપી છે.જયલલિતાના અવસાન બાદ પાર્ટીમાં આંતરિક વિખવાદ પેદા થયો હતો જેને પરિણામે પાર્ટીના બે ફાડીયા થયાં હતા. એકનુ નેતૃત્વ પલાનીસામી પાસે તો બીજાનું પનીરસેલ્વમ પાસે હતું. રાજ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને વિપક્ષ ડીએમકેએ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની માંગણી કરી છે.

AIADMK વિલય મહાસચિવ શશિકલા સાથે દગો : દિનાકરન

(એજન્સી) ચેન્નઈ, તા. ૨૨
પાર્ટી મહાસચિવ પદેથી બરખાસ્ત કરવામાં આવેલા ટીટી વી દિનકરને તમિલનાડુ શાસક એઆઈડીએમકેના બે જૂથોનો વિલયને મહાસચિવ શશિકલાને દગાબાજી સમાન ગણાવ્યો.મુખ્યમંત્રી પલાનીસામી અને પૂર્વ મુખ્યમઁત્રી પલાનીસામીની આગેવાની વાળા જુથોનો વિલય થયાં બાદ આ ઘટનાક્રમ પર બોલતાં દિનકરને સંખ્યાબંધ ટ્‌વીટ કરીને વિલય પર આંગળી ઉઠાવી હતી. તેમણે દાવો કર્યો કે આ કોઈ વિલય નથી. સ્વહિત અને સત્તાભૂખ માટે કરવામાં આવેલી વ્યાવસાયિક બાંધછોડ છે.મારી રાજકીય યાત્રા ચાલુ રહેશે તેવું કહેતા તેમે પાર્ટીનો વિરોધ ચાલુ રાખવાનું વચન આપ્યું. દિનકરને એવો દાવો કર્યો કે ફક્ત એઆઈએડીએમકે કાર્યકરો જ નહીં પરંતુ રાજ્યની જનતા પણ પનીરસેલ્વમ અને પલાનીસામીને માફ નહી કરે કે કારણ કે તેમણે શશિકલા સાથે દગાબાજી કરી છે.