(એજન્સી) વોશિંગ્ટન,તા.૧૬
૧૩ એપ્રીલે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ‘મધર ઓફ ઓલ બોંબ્સ’ તરીકે ઓળખાતો જીબીયુ-૪૩-બી મહાબોંબ અફઘાનિસ્તાનના સુરંગમાં ભરાયેલા ખોફનાક આતંકી સંગઠન આઇએસઆઇએસના આતંકીઓને નિશાન બનાવીને નાખ્યો હતો પરંતુ નિષ્ણાતો અને રાજકીય સમીક્ષકો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આ મહાબોંબ આંતરરાષ્ટ્રીય કાયદા પર ઝીંક્યો છે.
આ મહાબોંબ હુમલો આતંક સામે બે દાયકા જૂના યુદ્ધમાં અગાઉ બુશ , ઓબામા અને હવે ટ્રમ્પ પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદા પર બોંબ હુમલાસમાન છે. અફઘાનિસ્તાન, સિરિયા કે ઇરાકમાં આઇએસઆઇ વિરુદ્ધ અમેરિકાના હુમલા પાછળ યુએન સિક્યોરિટી કાઉન્સિલ રેઝોલ્યુશન (યુએનએસસીઆર) ૧૩૭૩ જવાબદાર છે. આ ઠરાવ દ્વારા આતંકવાદને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરારૂપ જાહેર કરવામાં આવ્યો છે.
પરંતુ યુએન સિક્ટોરિટી કાઉન્સિલના આ ઠરાવનો અમેરિકાના પ્રમુખોએ દુરુપયોગ કર્યો છે.
એમાંય મધર ઓફ ઓલ બોંબનો અમેરિકા દ્વારા પ્રથમ વાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બોંબની લશ્કરી કાર્યક્ષમતાનું પરિક્ષણ કરવા માટે આ બોંબ ઝીકવામાં આવ્યો છે ક ેકેમ એવા પ્રશ્નોને એક બાજુ મૂકીને વિચારીએ તો અમેરિકા દ્વારા મહાબોંબના ઉપયોગથી ત્રણ મહત્ત્વના કાનૂની પ્રશ્નો ઊભા થયા છે.
૧. શું આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આ પ્રકારના બળનો ઉપયોગ માન્ય અને મંજૂર છે ?
૨. જો એવું હોય તો અમેરિકા સ્વરક્ષણના અધિકારનો દાવો કરી શકે ?
૩. મધર ઓફ ઓલ બોંબના બોંમ્બિંગથી સ્વરક્ષણમાં જરૂરી અને પ્રમાણસર પગલા લેવાની જરૂરિયાતનો ભંગ થાય છે ?
પ્રથમ પ્રશ્નનો સીધો જવાબ એ છે કે અમેરિકા તેના દ્વિપક્ષીય કરારો અનુસાર અફઘાનિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ કાનૂની રીતે લશ્કરી કાર્યવાહી હાથ ધરી શકે છે. અમેરિકા અફઘાનિસ્તાનમાં બળના કાનૂની પ્રયોગનો દાવો કરી શકે છે પરંતુ અન્યત્ર આઇએસઆઇ ત્રાસવાદીઓને નિશાન બનાવવા માટે એક સંગીન કેસ ઊભો કરવાની જરૂર છે અને ત્રીજુ આ માટે જરૂરી અને પ્રમાણસર પગલા લેવાની પણ આવશ્યકતા રહે છે. આમ બીજી રીતે જોઈએ તો ગુરૂવારે મહાબોંબની કાર્યવાહી આઇએસઆઇએસ પર ત્રાટકવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં આપવામાં આવેલા વચનને સુસંગત છે.