આજકાલ સેલ્ફીનો ક્રેઝ વિશ્વભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ક્રેઝમાંથી મુસ્લિમો પણ ક્યાંથી બાકાત રહે ? એમાંયે ઈદ જેવો ખુશીનો પ્રસંગ હોય ત્યારે તો સેલ્ફી લેવાનો ઉત્સાહ બેવડાઈ જ જવાનો. અત્રે ઈદની ઉજવણી વેળાએ વિશ્વભરમાં કેવી કેવી સેલ્ફીઓ લેવામાં આવી હતી એની ઝલક દર્શાવી છે.
પ્રથમ તસવીર અમેરિકાના ન્યુયોર્કની છે જ્યાં સ્ટાટેન આયલેન્ડમાં ઈદુલફિત્રની નમાઝ બાદ સેલ્ફીઓ લઈ રહેલી મુસ્લિમ મહિલાઓ નજરે પડે છે. જ્યારે બીજી તસવીરમાં મેક્સિકો સિટી ખાતે પણ ઈદની નમાઝ બાદ પોતાના જૂથની સેલ્ફી લઈ રહેલી એક બાનુ નજરે પડે છે.
Facebook
0
Twitter
0