(એજન્સી) કાબુલ,તા.૯
મંગળવારની સવારે અફઘાનિસ્તાનના કાબુલમાં ઉત્તરીય પરવાન પ્રદેશમાં એક મદ્રેસામાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થતાં પ્રાંતિય ઉલેમા કાઉન્સિલના અધ્યક્ષ મૌલવી અબ્દુલ રહીમ શાહ હનફી અને તેમના આઠ વિદ્યાર્થીઓ આ ધડાકામાં મૃત્યું પામ્યા છે.
મળેલ અહેવાલ અનુસાર જ્યારે બાળકો મદ્રેસામાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ક્લાસરૂમની અંદર બોમ્બ ગોઠવવામાં આવ્યો હતો અને અચાનક વિસ્ફોટ થયો અને આઠ વિદ્યાર્થીઓ ઘટના સ્થળે મૃત્યું પામ્યા. તાલીબાન સહિત એકેય આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી ઉત્તરીય અફઘાનના પરવાન પ્રદેશમાં તાલીબાનનાં બળવાખોરો વધુ સક્રીય રીતે ફેલાયેલા છે જ્યાં વિદ્રોહીઓ દ્વારા વારંવાર આત્મઘાતી હુમલાઓ, હત્યા અને બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓ સામાન્ય ગણાય છે. બોમ્બવિસ્ફોટની ઘટના અંગે વધુ તપાસ કરી માહિતીની રાહ જોવાય છે.
Facebook
0
Twitter
0