ઈજિપ્ત હુમલો : બે જર્મન મહિલા પ્રવાસીઓ અને પાંચ પોલીસકર્મીઓનાં મોત

(એજન્સી) કૈરો, તા.૧૭
હર્ગહાડા ખાતેના ઈજિપ્તિયન રેડસી રિસોર્ટમાં આવેલ એક હોટલમાં થયેલા હુમલામાં બે જર્મન મહિલા પ્રવાસીઓ પર ચાકુ વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી જ્યારે અન્ય ચાર વિદેશીઓ આ હુમલામાં ઘાયલ થયા હતા. કૈરોની બહાર આવેલા ઈજિપ્તના પિરામિડ પાસે થયેલા ગોળીબારની ઘટના ગણતરીના કલાકો બાદ આ ઘટના બની હતી જેમાં પાંચ પોલીસકર્મીઓનાં મોત થયા હતા. આ હુમલો કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે રેડ સી રિસોર્ટ ખાતે હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરની ઉંમર આશરે ર૦ વર્ષની આસપાસ છે અને તે કાળા રંગની ટી-શર્ટ અને જીન્સમાં સજ્જ હતો અને તેણે ઈરાદાપૂર્વક વિદેશીઓ પર હુમલો કર્યો હતો. અધિકારીએ જણાવ્યા અનુસાર હુમલાખોરે હુમલો કરતી વખતે અરેબિક ભાષામાં કહ્યું હતું. ‘દૂર રહો, હું અહીં ઈજિપ્તિયનો નથી ઈચ્છતો.’ ગૃહમંત્રાલયે જણાવ્યું કે હુમલાખોર નજીકના બીચમાં સ્વિમિંગ કર્યા બાદ હોટલમાં ઘૂસી આવ્યો હતો. કાઈરોની બહાર થયેલા હુમલામાં પાંચ પોલીસકર્મીઓનાં મોત થયા હતા. પરંતુ આ હુમલાની જવાબદારી કોઈપણ ગ્રુપે લીધી ન હતી. જો કે હસ્મ તરીકે જાણીતા નાના ઈસ્લામિક આતંકી સમૂહના ચિહ્‌નો જોવા મળ્યા હતા. જે તાજેતરમાં જ ઘટેલી આવી ઘટનાઓ પાછળ જવાબદાર હતું. શુક્રવારે થયેલા હુમલાની ઊંડી અસર સંઘર્ષ કરી રહેલા ઈજિપ્તના આતંકવાદના ઉપયોગ પર થશે તેવું લાગી રહ્યું છે. જે દેશના અર્થતંત્રનો પાયો છે. આ ઉદ્યોગથી લાખો લોકોને રોજગાર મળે છે. આ ઉદ્યોગ ર૦૧૧થી રાજકીય અસ્થિરતા અને સુરક્ષાની નાજુક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરી રહ્યું છે. સુરક્ષા અધિકારીએ જણાવ્યા અનુસાર ઈજિપ્તના સૌથી પ્રખ્યાત બીચ રિસોર્ટમાં થયેલા હુમલામાં હુમલાખોરે પ્રવાસીના ચહેરા, ગરદન અને પગના ભાગે પ્રહાર કર્યા હતા. બે જર્મન પ્રવાસીઓના ગંભીર ઈજાના કારણે મોત થયા હતા. જ્યારે અન્ય ચાર પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જેમાં યુક્રેન અને ચેક રિપબ્લિકના નાગરિકોનો સમાવેશ થાય છે. અગાઉ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેનીઓનાં મોત થયા છે અને ઘાયલ થયેલા લોકોમાં સર્બિયન અને પોલીસનો સમાવેશ થાય છે પરંતુ સર્બિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોમાં સર્બિયન નાગરિકોનો સમાવેશ થતો નથી. ત્યારબાદ યુક્રેનના વિદેશમંત્રી પેવલો ક્લિમકીને ટ્‌વીટ કર્યું હતું કે હર્ગહાડા હુમલાનો યુક્રેનનો એક પણ નાગરિક ભોગ બન્યો નથી. જર્મનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે જર્મન નાગરિકો આ હુમલાનો ભોગ બન્યા છે તે વાતને નકારી શકાય નહીં, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હજુ સુધી તેમને વિસ્તૃત માહિતી મળી નથી. પોલીસકર્મી પર થયેલા હુમલામાં મોટરસાયકલ પર સવાર બંદૂકધારીઓએ ગીઝા ગામમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં પાંચ પોલીસકર્મીઓનાં મોત થયા હતા. સ્પ્રિંગના ચર્ચોમાં થયેલા આત્મઘાતી હુમલામાં અનેક ખ્રિસ્તીઓનાં મોત થયા બાદ ઈજિપ્તમાં એક મહિના જેટલા લાંબા સમયગાળા માટે કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ર૦૧૬માં હર્ગહાડાની એક હોટલમાં બે ઓસ્ટ્રેલિયન અને એક સ્વીડિશ પર બે સંદિગ્ધ આતંકીઓએ ચાકુ વડે હુમલો કર્યો હતો, જો કે આ હુમલામાં તેમને નજીવી ઈજા પહોંચી હતી. સુરક્ષા દળોએ આ બે આતંકીઓ પર ગોળીબાર કરતાં એક આતંકીનું મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલ થયા હતા. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks