રંગારંગ ઓપનિંગ સેરેમની સાથે આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ

મોસ્કો,તા. ૧૩
ફુટબોલ વર્લ્ડકપની આવીકાલથી રંગારંગ શરૂઆત થઇ રહી છે. આની સાથે જ સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફિવર છવાઈ જશે. ઓપનિંગ સેરેમનીમાં અનેક ટોચની હસ્તીઓ પરફોર્મ કરવા માટે તૈયાર છે જેમાં રોબી વિલિયમનો પણ સમાવેશ થાય છે. શહેરના લોકપ્રિય રેડ સ્કેવરમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમાનારી મેચના ૩૦ મિનિટ પહેલા કાર્યક્રમની પૂર્ણાહૂતિ થશે. ઓપનિંગ સેરેમનીમાં મ્યુઝિકલ શો જોવા મળશે જેમાં રોબી વિલિયમ છવાઈ જવા માટે તૈયાર છે. આશરે ૫૦૦ ડાન્સરો, જિમ્નાસ્ટ અને પરંપરાગત કલાકારો પરફોર્મ કરશે. રશિયાની સંસ્કૃતિને સ્પષ્ટપણે રજૂ કરવામાં આવશે. ઇંગ્લેન્ડ પોપ આઈકન બોબી વિલિયમના સ્વરુપમાં પ્રતિનિધિત્વ કરશે. વિલિયમે કહ્યું છે કે, આ યુનિક કાર્યક્રમમાં પરફોર્મ કરવાને લઇને તે ખુબ જ ઉત્સાહિત છે. ફિફા વર્લ્ડકપના ઓપનિંગ કાર્યક્રમમાં ૮૦ હજારથી વધુ ચાહકો સ્ટેડિયમમાં રહે તેવી શક્યતા છે. લાખો લોકોની વચ્ચે પરફોર્મ કરવાનું તેનું સ્વપ્ન રહેલું છે. ઓપનિંગ સેરેમનીમાં રશિયાની ટેકનોલોજી પણ દેખાશે. અડધા કલાક પહેલા આ રંગારંગ કાર્યક્રમની પૂર્ણાહૂતિ થશે. પિયાનિસ્ટ ડેનિસ, ગ્લોબલ ઓપેરા સ્ટાર અન્ના નેટ્રેબ્કો, અલબિના જેવા રશિયન સ્ટાર પણ શોમાં જોવા મળશે. વિલ સ્મિથ, નિકી જામ જેવા સુપર સ્ટાર કલાકારો પણ જોવા મળશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks