ફાઇનલ મેચમાં જર્મની હવે રવિવારે ચીલી સામે ટકરાશે
સોચી,તા. ૩૦
રશિયાના સોંચી ખાતે ૩૭૯૨૩ ફુટબોલ ચાહકો વચ્ચે રમાયેલી કન્ફડરેશન કપ ફુટબોલની બીજી સેમીફાઇનલ મેચમાં જર્મનીએ મેક્સિકો પર ૪-૧થી જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. જર્મની તરફથી ગોરેટ્ઝાએ શરૂઆતની આઠ મિનિટમાં જ પોતાની ટીમ માટે બે ગોલ ફટકારીને મેક્સિકોની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો. જર્મનીની ટીમે જોરદાર રમત રમી હતી. હવે ફાઇનલ મેચમાં રવિવારે જર્મની ચીલી સામે ટકરાશે. ગ્રુપ મેચમાં બન્ને ટીમો સામ સામે આવી હતી. જે મેચ ડ્રો રહી હતી. હવે ફાઇનલમાં બન્નેની કસોટી થશે. થોમસ મુલર સહિતના સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં જર્મનીની ટીમ આ ટુર્નામેન્ટમાં મેદાનમા ઉતરી હતી.અગાઉ બુધવારે ચીલીએ પોર્ટુગલ પર પેનલ્ટી શુટ આઉટમાં ૩-૦થી જીત મેળવીને ફાઇનલમાં આગેકુચ કરી લીધી હતી.પ્રતિષ્ઠિત કન્ફડરેશન કપમાં ગ્રુપ બીની તેની છેલ્લી મેચમાં ચેમ્પિયન જર્મનીએ અગાઉ કેમરૂન પર ૩-૧થી જીત મેળવીને સેમીફાઇનલમાં કુચ કરી લીધી હતી. જર્મની પોતાના ગ્રુપમાં ટોપ પર રહેલી ટીમ હતી. જ્યારે ચીલી બીજા સ્થાને રહી હતી.