સોના જેવું દિલ

અગાઉ તસવીર ટુડે જ માં આપણે જોયું કે, મહેન્દ્ર આહિરવાર જન્મજાત મેયોપેથી નામના ભાગ્યે જ જોવા મળતાં રોગથી પીડાઈ રહ્યો છે જેણે તેના સ્નાયુઓ તથા ડોકને એટલી હદે નબળા બનાવી દીધા છે કે તેનું માથું ૧૮૦ ડિગ્રીના ખૂણે વળેલું રહે છે.

આ રોગથી પીડાતા હોવાના કારણે ૧૩ વર્ષીય મહેન્દ્રને તેના ગામવાસીઓએ નાત બહાર કરી દીધો હતો. પોતાની ડોક સીધી થાય તે માટે તેણે પોતાના જીવના જોખમે સર્જરી કરાવી હતી.

મહેન્દ્રના પિતા મુકેશ આહિરવાર (૪૧) અને માતા સુમિત્રા આહિરવારે (૩૬) વર્ષો સુધી ડૉક્ટરો પાસે જઈને સલાહ લીધી પરંતુ તેનાથી કોઈ મદદ ન મળી. મહેન્દ્રની દુઃખદ દુર્દશા અંગે વાંચ્યા બાદ ઈંગ્લેન્ડના લીવરપુલ ખાતે રહેતી બે બાળકોની માતા જુલી જોન્સે તેને મદદ કરવાનો નિર્ણય લીધો. તેણીએ કહ્યું કે હું માત્ર એટલું જ વિચારી શકું કે જો મારો પુત્ર આ સ્થિતિમાં હોત તો હું કેવું અનુભવતી હોત ? જ્યારે કોઈને ખરેખર મદદ માટે આગળ નથી આવતું. તેથી મેં એક ક્રાઉડ ફંડિંગ વેબસાઈટ શોધીને તેમાં એકાઉન્ટ બનાવ્યું. ર૮ દિવસમાં ૧ર હજાર પાઉન્ડ એકઠા થયા પરંતુ તેણીએ કયારેય કલ્પના સુદ્ધાં કરી ન હતી કે તેનાથી મહેન્દ્રની સર્જરી થશે અને તે તેને મળશે. હવે આ કિશોર જીવન બદલી નાંખનારી સર્જરીમાંથી પસાર થઈ રહ્યો છે જે દિલ્હીના એપોલો હોસ્પિટલના ડૉ.રાજગોપાલન ક્રિષ્ણન કરી રહ્યા છે. એક અનામી દાતાએ તેને ઈલેકટ્રીક વ્હીલચેર આપી છે અને તે હવે લખે છે, ટીવી જુએ છે તથા પોતાના મિત્રો સાથે રમે પણ છે.

પ્રથમ તસવીરમાં મધ્યપ્રદેશમાં આવેલા પોતાના ઘરે સર્જરી પહેલાં મહેન્દ્રની પોતાના મિત્રો સાથેની આ તસવીર તેના ચહેરા પરનું સ્મિત દર્શાવે છે કે પોતાના મિત્રો સાથે રહેવાથી તે પોતાની દરેક પીડા ભૂલી જતો હશે.

બીજી તસવીરમાં જ્યારે મહેન્દ્રની બહેન મનીષા, નાનો ભાઈ સુરેન્દ્ર શાળાએ જાય તથા તેનો મોટો ભાઈ કામની શોધમાં બહાર જાય ત્યારે તેને ઘરે એકલો મૂકીને જાય છે. મહેન્દ્રના સંપૂર્ણ પરિવારની આ તસવીર છે. તસવીર જોઈને તેવું ચોક્કસપણે કહી શકાય કે ખરેખર આ એક સુખદ પરિવારની તસવીર છે. આ કિસ્સાની વધુ વિગતો હવે પછી જૂનમાં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks