હોસિયેમાના કેટલાક દેખાવકારો સહિત હજારો કેદીઓને મોરોક્કોના રાજાએ માફી આપી

(એજન્સી) તા.૩૦
મોરેક્કોના રાજા કિંગ મોહમ્મદ છએ હજારો કેદીઓને માફ કરવાના આદેશને મંજૂરી આપી દીધી છે. આ કેદીઓમાં ઉત્તર રિફ વિસ્તારમાં હોસિયેમાના દેખાવકારો પણ સામેલ છે. તેમને પણ માફ કરવાની મંજૂરી આપી દીધી છે. શનિવારે મોરોક્કોની ન્યાયપાલિકાએ જાહેરાત કરી હતી કે દેશના રાજા કિંગ મોહમ્મદ છએ ૧૧૭૮ કેદીઓને માફ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે આ માફ કરાયેલા કેદીઓમાં કેટલાક એવા કેદીઓ પણ સામેલ છે જે દેખાવકારો છે અને આ દેખાવકારો વિસ્તારમાં સામાજિક ન્યાયની માગણી સાથે કરવામાં આવેલા દેખાવોમાં રિફ વિસ્તારમાં અલ-હોસિયેમા ખાતે હાજર હતા. આ દેખાવકારો પૈકી કેટલા લોકોને મુક્ત કરવાનો આદેશ અપાયો છે તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. રાજાના માફી આપવાના આદેશ મુજબ એવા લોકોને માફ કરવામાં આવ્યા છે જેમણે કોઇ ગુનો કર્યો નથી અથવા તેમની સંડોવણી કોઇ ગંભીર ગુનામાં નથી. હાલમાં તેમના પરિજનોની સ્થિતિ અને માનવીય સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે. ૧૮મા રાજા કિંગ મોહમ્મદની વર્ષગાંઠની ઉજવણી પહેલા જ આ માફીનો આદેશ કરવામાં આવ્યો છે. રિફ વિસ્તાર પ્રબળ બળવાખોરો ધરાવતો વિસ્તાર છે. ત્યાં ઘણાં મહિનાઓથી અસ્થિરતા જોવા મળી રહી છે. ગત ઓક્ટોબર મહિનામાં એક માછલીના વેપારીને ટ્રક મારફતે કચડી માર્યા બાદ આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. અલ-હિરાક અલ-સહાબી નામને જોરદાર સામાજિક ન્યાયની લડત લડવામાં આવી હતી. તેમાં નોકરી, વિકાસ અને ભ્રષ્ટાચાર સામે જોરદાર વિરોધ દર્શાવાયો હતો. જો કે અટકાયતીઓના વકીલ અબ્દેસાદેક અલ-બોચતાઉએ જણાવ્યું કે વિશાળ પ્રમાણમાં કેદીઓને માફ કરવા એ સકારાત્મક સંકેત આપે છે પરંતુ આટલા પૂરતા નથી. અમે દરેકને મુક્ત કરાવવા માંગીએ છીએ. એક સત્તાવાર આંકડા પ્રમાણે લગભગ ૧૭૬ જેટલા દેખાવકારોને અલ-હોસિયેમાના દેખાવો બાદ કેદ કરી લેવામાં આવ્યા હતા. તેમાં ચળવળના નેતા નાસેર જૈફઝાફીનો પણ સમાવેશ થાય છે. જો કે આ વખતે મુક્તિમાં કેટલા લોકોને મુક્ત કરાયા છે તેનો કોઇ આંકડો જાહેર કરાયો નથી. સરકારે પણ આ ક્ષેત્રમાં મોટું રોકાણ કરવાનું વિશ્વાસ આપ્યું છે. સરકારના મંત્રીઓને પણ વિસ્તારની મુલાકાતે મોકલાયા છે. પોલીસ પાછી ખેંચી લેવાઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks