કાનપુર, તા.ર૬
અશ્વિને ફરીથી પોતાની સ્પિનનો જાદુ બતાવ્યો અને ૬ વિકેટ ઝડપી. જેનાથી ભારતે પ્રથમ ટેસ્ટમાં આજે અહિંયા ન્યૂઝીલેન્ડને ૧૯૭ રને હરાવી પોતાની ઐતિહાસિક પ૦૦મી ટેસ્ટ મેચને યાદગાર બનાવી દીધી. ન્યુઝીલેન્ડની ટીમ ૪૩૪ રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતા મેચના પાંચમા અને અંતિમ દિવસે લંચની થોડીવાર બાદ ર૩૬ રનમાં સમેટાઈ ગઈ. ભારતે આ રીતે ત્રણ મેચોની સિરીઝમાં ૧-૦ની લીડ બનાવી આઈસીસી રેન્કિંગમાં ફરીથી નંબર વન બની ગયું. અશ્વિને ૧૩ર રનમાં ૬ વિકેટ ઝડપી અને આ રીતે મેચમાં દસ વિકેટ લેવામાં સફળ રહ્યો મો.શમી (બે વિકેટ)એ આજે બે સફળતા મેળવી અશ્વિનને સારો સાથ આપ્યો. જાડેજાએ એક વિકેટ ઝડપી. જાડેજાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. ભારતે આ જીતથી એક રીતે હેટ્રીક પણ પૂરી કરી. તેણે આ પહેલા પોતાની ૩૦૦મી ટેસ્ટ મેચમાં ૧૯૯૬માં અમદાવાદમાં દ.આફ્રિકાને ૬૪ રને અને ૪૦૦મી ટેસ્ટમાં ર૦૦૬માં કિંગસ્ટનમાં વેસ્ટઈન્ડિઝને ૪૯ રને હરાવ્યું હતું. ભારતની આ ટેસ્ટ મેચોમાં કુલ ૧૩૦મી જીત છે. ભારતે ડિસેમ્બર-ર૦૧રથી ઘરેલુ ધરતી પર ૧ર મેચોમાં પોતાનું વિજયી અભિયાન પણ જાળવી રાખ્યું છે. ન્યુઝીલેન્ડ સવારે ચાર વિકેટે ૯૩ રનની આગળ રમવાનું શરૂ કર્યું. રોન્ચી (૮૦) અને સેન્ટર (૭૧)એ પાંચમા દિવસે સવારે પ્રથમ કલાકમાં ભારતને કોઈ સફળતા મળવા દીધી નહીં પણ આ બન્ને વચ્ચે ૧૦ર રનની ભાગીદારી તૂટયા બાદ ભારતને જીત મેળવવામાં વાર લાગી નહીં. ન્યૂઝીલેન્ડે પોતાની અંતિમ પાંચ વિકેટ ૪ર રનમાં ગુમાવી દીધી.
કાનપુર ટેસ્ટ : સ્કોરબોર્ડ
ભારત પ્રથમ દાવ : ૩૧૮
ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ : ૨૬૨
ભારત બીજો દાવ : ૩૭૭-૫ (ડિક)
ન્યુઝીલેન્ડ બીજો દાવ :
લાથમ એલબી
બો. અશ્વિન ૦૨
ગુપ્ટિલ કો.વિજય
બો. અશ્વિન ૦૦
વિલિયમસન એલબી
બો. અશ્વિન ૨૫
ટેલર રનઆઉટ ૧૭
રોન્ચી કો. અશ્વિન
બો. જાડેજા ૮૦
સેન્ટનર કો. શર્મા
બો. અશ્વિન ૭૧
વેટલિંગ એલબી
બો. સામી ૧૮
ક્રેગ બો. સામી ૦૧
સોઢી બો. અશ્વિન ૧૮
બોલ્ટ અણનમ ૦૨
વાગનર એલબી અશ્વિન૦૦
વધારાના ૦૩
કુલ(૮૭.૩ ઓવરમાં ઓલઆઉટ) ૨૩૬
પતન : ૧-૨, ૨-૩, ૩-૪૩, ૪-૫૬, ૫-૧૫૮, ૬-૧૯૪, ૭-૧૯૬, ૮-૨૨૩, ૯-૨૩૬, ૧૦-૨૩૬
બોલિંગ : સામી : ૮-૨-૧૮ -૨, અશ્વિન : ૩૫.૩-૫-૧૩૨-૬, જાડેજા : ૩૪-૧૭-૫૮-૧, યાદવ : ૮-૧-૨૩-૦, વિજય : ૨-૦-૩-૦