I થી I અને I માટે I અર્થાત, ભારત ઈઝરાયેલ સાથે, ભારત ઈઝરાયેલ માટે : પીએમ મોદી

(એજન્સી) જેરૂસલેમ, તા. ૫
ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે વડાપ્રધાન મોદી આજે ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુને તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાન ખાતે મળ્યા હતા. મોદીએ તેલ અવીવ એરપોર્ટ પર પોતાના ભવ્ય સ્વાગત બદલ નેતાન્યાહુનો આભાર વ્યક્ત કર્યો હતો. ૭૦ વર્ષના ભારતીય ઈતિહાસમાં પહેલી વાર કોઈ વડાપ્રધાન ઈઝરાયેલની મુલાકાતે આવ્યા છે. ભારત અને ઈઝરાયેલના સંબંધોની વ્યાખ્યા આપતા મોદીએ કહ્યું કે I થી I, અને I માટે I અર્થાત, ભારત ઈઝરાયેલ સાથે, ભારત ઈઝરાયેલ માટે. મોદીએ એક ફોટો ટ્‌વીટ કરતાં કહ્યું કે ઈઝરાયેલી રાષ્ટ્રપતિએ મારૂં ભવ્ય સ્વાગત કર્યું, તેમણે પ્રોટોકોલ તોડીને મારૂં સ્વાગત કર્યું. આ ભારતના લોકો માટેનું એક સન્માન છે. નેતાન્યાહુએ મોદીને ભારતના અને વિશ્વના એક મહાન નેતા ગણાવ્યાં.
મહત્વના ૧૦ મુદ્દાઓ
૧. વડાપ્રધાન મોદીએ ઈઝરાઈલી વડાપ્રધાન અને બીજા નેતાઓ સાથે સઘન મંત્રણાઓ કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, બન્ને દેશો વચ્ચે સાત કરારો થયાં હતા જેમાં સંરક્ષણ, સુરક્ષા, જળ અને બીજા કરારોનો સમાવેશ થાય છે.
૨. સાત કરારોના ઉપરાંત બન્ને નેતાઓએ એક સંયુક્ત બયાન જારી કરીને આતંકવાદની સામે એક જોરદાર મેસેજ આપ્યો હતો. આ પહેલા બન્ને નેતાઓએ તેમના ભાષણમાં આતંકવાદ અને કટ્ટરવાદની વિરૂદ્ધમાં વાત કરી હતી.
૩. મંગળવારે નેતાન્યાહુએ ટેકનોલોજીમાં સારી ભાગીદારી માટે ૪૦ મિલિયન ડોલરના ઈનોવેશન ફંડની જાહેરાત કરી હતી. તેમણે મોદીની સહી મેક ઈન ઈન્ડિયા યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઈઝરાયેલની મેક વીથ ઈન્ડિયા પોલિસી સાથે આ સુસંગત છે.
૪. બન્ને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત મહત્ત્વનો કરાર થયો હતો. ઘરેલું સંરક્ષણ ઉદ્યોગને વિકસીત કરવા અને શસ્ત્રોની આયાત ઘટાડવા મોદીની ઝૂંબેશને વૃદ્ધિ મળશે.
૫. મોદીએ ભારતીય ખાદ્ય સુરક્ષામાં વૃદ્ધિ કરવા માટે ઈઝરાયેલની સહાય માંગી હતી. ભારતના ૧૫ શહેરોમાં ઈઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવેલા ૨૬ કૃષિ નિષ્ણાંત કેન્દ્રોના વિસ્તરણ વિશે વાતચીત કરવામાં આવી.
૬. મોદીએ કહ્યું કે ઐતિહાસિક મુલાકાત લેવા બદલ પહેલા ભારતીય વડાપ્રધાન બનવાનું બહુમાન મને મળ્યું છે. તેમણે તંદુરસ્ત સુરક્ષાની ભાગીદારીનુ આહવાન કર્યું હતું જેથી કરીને આપણી શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ પર પેદા થતાં જોખમનો સામનો કરી શકાય.
૭. ઈઝરાયેલ પીએમ બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું, અમે ૭૦ વર્ષથી તમારી પ્રતિક્ષા કરી રહ્યાં છીએ. મોદીએ કહ્યું, મુલાકાત ‘સિમાચિન્હ રૂપ’ સાબિત થશે, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડીને મોદીનું સ્વાગત કર્યું, મોદીની ત્રણ દિવસની મુલાકાતના તમામ કાર્યક્રમોમાં નેતાન્યાહુ હાજર રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts