આત્મવિશ્વાસથી ભરેલી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના કઠિન પડકાર માટે તૈયાર

માન્ચેસ્ટર, તા.ર
રમતના નાના ફોર્મેટમાં છેલ્લા કેટલાક સમયમાં વર્ચસ્વ જાળવી રાખનારી ભારતીય ટીમ કાલે અહિયા ટ્‌વેન્ટી-ર૦ મેચની સાથે ઈંગ્લેન્ડ પ્રવાસના આકરા પડકારની શરૂઆત કરશે.ઈંગ્લેન્ડની ટીમે છેલ્લા કેટલાક સમયમાં સીમિત ઓવરોમાં ઘણી પ્રગતિ કરી છે અને કોહલી તથા તેની ટીમ માટે આ પ્રવાસ ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે. છેલ્લા એક દાયકામાં ભારતની વન-ડે ટીમના પ્રદર્શનમાં નિરંતરતા જોવા મળી છે. જ્યારે ઈંગ્લેન્ડે બટલર, રોય અને સ્ટોક્સ જેવા ખેલાડીઓની મદદથી વન-ડે અને ટ્‌વેન્ટી-ર૦માં લય પ્રાપ્ત કરી છે. વન-ડે વિશ્વકપ ર૦૧૯માં હવે ૧ર મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને આવામાં બંને ટીમો માટે આ તૈયારીની સારી તક પણ છે. ભારતને આ તથ્યથી આત્મવિશ્વાસ મળશે કે તેણે પોતાની છેલ્લી ર૦ ટ્‌વેન્ટી-ર૦ મેચોમાંથી ૧પમાં જીત મેળવી છે જેમા શ્રીલંકા અને દ.આફ્રિકા વિરૂદ્ધ તેમની ધરતી ઉપર સિરીઝ જીતવી સામેલ છે. ઈંગ્લેન્ડે ભારત સામેની સિરીઝ પહેલાં ઓસ્ટ્રેલિયાને ૬-૦થી વ્હાઈટવોશ કર્યું હતું અને આ દરમ્યાન બટલર, રોય, બેયરસ્ટો અને મોઈનઅલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts