૩૩૯ રનના લક્ષ્યાંક સામે ભારત ૧પ૮ રનમાં સમેટાયું
મો.આમીરના ઘાતક સ્પેલથી ભારતની કમર તૂટી : હાર્દિક પંડ્યાના લડાયક ૭૬ રન
ઓવલ, તા.૧૮
ભારતીય બેટ્સમેનોના લાચાર પ્રદર્શન અને મો.આમીરના ઘાતક સ્પેલની મદદથી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને ૧૮૦ રને હરાવી પાકિસ્તાન ચેમ્પિયન બન્યું છે. ૩૩૯ રનના લક્ષ્યાંક સામે ભારત ૩૦.૩ ઓવરમાં ૧પ૮ રનમાં ઓલઆઉટ થયું. હાર્દિક પંડ્યાએ ૪૩ બોલમાં ચાર ચોગ્ગા અને ૬ સિક્સરની મદદથી ૭૬ રનની લડાયક ઈનિંગ રમી પણ તે રનઆઉટ થઈ ગયો. પાકિસ્તાન માટે મો.આમીર અને હસનઅલીએ ત્રણ-ત્રણ જ્યારે શાદાબખાને બે અને જુનેદખાને એક વિકેટ ઝડપી.
ફક્હાર ઝમાન (૧૧૪)ની આક્રમક સદી અને અઝહર અલી (પ૯) અને મો.હફીઝ (પ૭ અણનમ)ની અર્ધ સદીની મદદથી ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે નિર્ધારિત પ૦ ઓવરમાં ૪ વિકેટે ૩૩૮ રન બનાવ્યા હતા. ભારત માટે ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યા સિવાય બધા બોલરો મોંઘા સાબિત થયા હતા. ફકહારે ૧૦૬ બોલની ઈનિંગમાં ૧ર ચોગ્ગા અને ૩ સિક્સર ફટકારી હતી. જ્યારે મો.હફિઝે ફક્ત ૩૭ બોલમાં પ૭ રન કર્યા જેમાં ૪ ચોગ્ગા અને ૩ સિક્સર સામેલ છે. ફકહાર અને અઝહર અલીએ પ્રથમ વિકેટ માટે ૧ર૮ રનની ભાગીદારી કરી પાકિસ્તાનને સુંદર શરૂઆત આપી હતી.
પાકિસ્તાન સ્કોર બોર્ડ
અઝહર રનઆઉટ ૫૯
ફકહાર કો. જાડેજા
બો. હાર્દિક ૧૧૪
બાબર કો. યુવરાજ
બો. જાધવ ૪૬
મલેક કો. જાધવ
ભુવનેશ્વર ૧ર
હફીઝ અણનમ ૫૭
વસીમ અણનમ ૨૫
વધારાના ર૫
વિકેટ પતન : ૧/૧ર૯, ર/ર૦૦, ૩/ર૪૭, ૪/ર૬૭
બોલિંગ :
ભુવનેશ્વર ૧૦-૨-૪૪-૧
બુમરાહ ૯-૦-૬૮-૦
અશ્વીન ૧૦-૦-૭૦-૦
હાર્દિક ૧૦-૦-૫૩-૧
જાડેજા ૮-૦-૬૭-૦
જાધવ ૩-૦-૨૭-૧
ભારત સ્કોર બોર્ડ
રોહિત એલબી
બો. આમિર ૦૦
ધવન કો. સરફરાજ
બો. આમિર ર૧
કોહલી કો. શાદાબ
બો. આમિર ૦પ
યુવરાજ એલબી
બો. શાદાબ રર
ધોની કો. વસીમ
બો. હસનઅલી ૪
જાધવ કો. સરફરાજ
બો. શાદાબ ૦૯
હાર્દિક રનઆઉટ ૭૬
જાડેજા કો. બાબર
બો. જુનેદ ૧પ
અશ્વીન કો. સરફરાજ
બો. હસનઅલી ૧
ભુવનેશ્વર અણનમ ૧
બુમરાહ કો. સરફરાજ
બો. હસનઅલી ૧
વધારાના ૦૩
વિકેટ પતન : ૧/૦, ર/૬, ૩/૩૩, ૪/પ૪, પ/પ૪, ૬/૭ર, ૭/૧પર, ૮/૧પ૬, ૯/૧પ૬, ૧૦/૧પ૯
બોલિંગ :
આમિર ૬-૨-૧૬-૩
જુનેદ ૬-૧-૨૦-૧
હફીઝ ૧-૦-૧૩-૦
હસનઅલી ૬.૩-૧-૧૯-૩
શાદાબ ૭-૦-૬૦-૨
વસીમ ૦.૩-૦-૩-૦
ફકહાર ૩.૩-૦-૨૫-૦