ધર્મશાળા ટેસ્ટ : ભારતના છ વિકેટે ૨૪૮, ખૂબ ધીમી ગતિ

ભારત તરફથી રાહુલ, પુજારા, રહાણે ચમક્યા

ભારત હજુ પણ બાવન રન પાછળ અને ચાર વિકેટ હાથમાં હોવાથી આ ટેસ્ટ મેચ અતિ રોચક તબક્કામાં પ્રવેશી ગઇ

ધર્મશાળા,તા. ૨૬

ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૦૦ રન ઓલઆઉટના જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ૨૪૮ રન બનાવ્યા હતા. રમત બંધ રહી ત્યારે સહા ૧૦ અને રવિન્દ્ર જાડેજા ૧૬ રન સાથે રમતમાં હતા. ઓસ્ટ્રેલિયન ટીમથી ભારત હજુ ૫૨ રન પાછળ છે અને તેની ચાર વિકેટ હાથમાં છે. ભારત તરફથી આજે ગઇકાલના સ્કોરથી આગળ રમતા રાહુલે ૬૦ અને પુજારાએ ૫૭ રન બનાવ્યા હતા. કેપ્ટન રહાણે ૪૬ રન કરીને આઉટ થયો હતો. પુજારાએ યશકલગીમાં વધુ એક મોરપીછુ ઉમેર્યું હતું. પુજારા ભારત તરફથી એક સિઝનમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓની યાદીમાં જોડાઈ ગયો હતો. કોહલીના વિરાટ પ્રદર્શનવાળા વર્ષમાં કોઇ ક્રિકેટર જો રન બનાવવાના મામલામાં તેનાથી આગળ નિકળે છે તો આશ્ચર્ય થાય છે પરંતુ પુજારાએ આ રેકોર્ડ કર્યો છે. પુજારાએ ભારત તરફથી એક સિઝનમાં સૌથી વધારે રન કરવાનો રેકોર્ડ કરી લીધો છે. વિરાટ કોહલીને આજે પુજારાએ પાછળ છોડી દીધો હતો. ગૌત્તમ ગંભીર કરતા પણ આગળ નિકળી ગયો છે. ગંભીરે ૧૨૬૯ રન બનાવ્યા હતા. ધર્મશાળા ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં ૧૨ રન બનાવ્યા ત્યારે પુજારાએ ગંભીરનો રેકોર્ડ તોડ્યો હતો. એક સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામ ઉપર રહ્યો છે. પોન્ટિંગે ૨૦૦૫-૦૬માં ૧૪૮૩ રન બનાવ્યા હતા.ભારતીય કેપ્ટન રહાણેએ ગઇકાલે પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ  ડ્રોમાં પરિણમી હતી. રાંચીના મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ કેટલાક રેકોર્ડ સર્જાયા હતા. રાંચી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્‌સમેન અને કેપ્ટન સ્ટીવ સ્મીથે ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦૦ રન પુરા કરી લીધા હતા. સ્ટીવ સ્મીથે ૯૭ ઈનીંગ્સમાં પાંચ હજાર રન પુરા કર્યા હતા. સૌથી ઝડપથી ટેસ્ટ ક્રિકેટમાં પાંચ હજાર રન પુરા કરનાર ખેલાડીની યાદીમાં તે સાતમાં ક્રમાંકે પહોંચી ગયો હતો. ત્રીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ ચોથી ટેસ્ટમાં પણ સ્મિથ સદી કરી ચુક્યો છે.

બીજી બાજુ આ ટેસ્ટ મેચમાં અસ્વસ્થ હોવાના કારણે નહીં રમનાર વિરાટ કોહલીને લઇને હવે ભારતીય છાવણી ચિંતાતુર બનેલી છે. વિરાટ કોહલી માટે આ શ્રેણી બેટીંગની દ્રષ્ટીએ હજુ સુધી સારી રહી નથી. વિરાટ કોહલીએ આ શ્રેણીમાં ક્રમશઃ ૦, ૧૩, ૧૨ અને ૧૫ રન બનાવ્યા છે. શરૂઆતની ત્રણેય ટેસ્ટ મેચમાં ફ્લોપ રહ્યા બાદ અસ્વસ્થ વિરાટ કોહલી ચોથી ટેસ્ટ મેચમાં રમી રહ્યો નથી. અત્રે નોંધનીય છે કે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારતે ચમત્કાર અને ઇતિહાસ સર્જીને બીજી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પર ૭૫ રનથી જીતી લીધી હતી. આની સાથે જ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૧થી બરોબરી કરી હતી. ધર્મશાળા ટેસ્ટ મેચ બંને ટીમો માટે નિર્ણાયક પુરવાર થઈ શકે છે. બંને ટીમો ૧-૧થી બરોબર ધરાવે છે.

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :

વોર્નર કો.રહાણે

બો.કુલદીપ  ૫૬

રેનશો બો.યાદવ    ૧

સ્મીથ કો.રહાણે

બો.અશ્વિન    ૧૧૧

માર્શ કો.સહા બો.યાદવ    ૪

હેન્ડ્‌સકોમ્બ બો.કુલદીપ   ૮

મેક્સવેલ બો.કુલદીપ      ૮

વાડે બો.જાડેજા      ૫૭

કમીન્સ કો.એન્ડ

બો. કુલદીપ ૨૧

કીફ રનઆઉટ       ૮

લિયોન કો.પુજારા

બો.ભુવનેશ્વર ૧૩

હેજલવુડ અણનમ  ૨

વધારાના     ૧૧

કુલ    (૮૮.૩ ઓવરમાં ઓલઆઉટ)    ૩૦૦

પતન  : ૧-૧, ૨-૧૪૪, ૩-૧૫૩, ૪-૧૬૮, ૫-૧૭૧, ૬-૨૦૨, ૭-૨૪૫, ૮-૨૬૯, ૯-૨૯૬, ૧૦-૩૦૦.

બોલિંગ : ભુવનેશ્વર : ૧૨.૩-૨-૪૧-૧, ઉમેશ યાદવ : ૧૫-૧-૬૯-૨, અશ્વિન : ૨૩-૫-૫૪-૧, જાડેજા : ૧૫-૧-૫૭-૧, કુલદીપ : ૨૩-૩-૬૮-૪.

ભારત પ્રથમ દાવ :

રાહુલ કો. વોર્નર

બો. કમિન્સ  ૬૦

વિજય કો. વાડે

બો. હેઝલવુડ        ૧૧

પુજારા કો. હેન્ડ્‌સકોંબ

બો. લિયોન  ૫૭

રહાણે કો. સ્મિથ

બો. લિયોન  ૪૬

નાયર કો. વાડે

બો. લિયોન  ૦૫

અશ્વિન એલબી

બો. લિયોન  ૩૦

સહા અણનમ        ૧૦

જાડેજા અણનમ     ૧૬

વધારાના     ૧૩

કુલ    (૯૧ ઓવરમાં ૬ વિકેટે)   ૨૪૮

પતન : ૧-૨૧, ૨-૧૦૮, ૩-૧૫૭, ૪-૧૬૭, ૫-૨૧૬, ૬-૨૨૧

બોલિંગ : હેજલવુડ : ૧૮-૬-૪૦-૧, કમિન્સ : ૨૧-૫-૫૯-૧, લિયોન : ૨૮-૫-૬૭-૪, કિફે : ૨૪-૪-૬૯-૦.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks