સૌથી વધુ છગ્ગા ગ્લેન મેક્સવેલે ૨૬ ફટકાર્યા
હૈદરાબાદ,તા. ૨૨
હૈદરાબાદ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૦ની હાઇ પ્રોફાઇલ રોમાંચક અને દિલધડક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે છેલ્લી ઓવરમાં જીત મેળવી ટ્રોફી જીતી લીધી હતી. છેલ્લા છ બોલ પર મિચેલ જોન્સને જોરદાર દેખાવ કર્યો હતો. જોન્સને આ ઓવરમાં બે વિકેટ લીધી હતી. આઈપીએલ-૧-૦માં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા ગ્લેન મેક્સવેલના નામ પર રહ્યો હતો. મેક્સવેલ અને ડેવિડ વોર્નરે સૌથી વધુ ૨૬ છગ્ગા ફટકાર્યા છે. જ્યારે સૌથી વધુ કેચ ફિલ્ડર તરીકે મુંબઈના કેરોન પોલાર્ડે ઝડપ્યા છે. પોલાર્ડે ૧૫ કેચ ઝડપ્યા છે. આઈપીએલ-૧૦માં હાઈ એન્ડ લો સ્થિતિ નીચે મુજબ છે.
- આઈપીએલ-૧૦માં સૌથી વધુ રન હૈદરાબાદના ડેવિડ વોર્નરે બનાવ્યા છે, વોર્નરે ૫૮.૨ રનની સરેરાશ સાથે ૬૪૧ રન બનાવ્યા છે
- સૌથી વધુ વિકેટ હૈદરાબાદના ભુવનેશ્વર કુમારે ઝડપી છે. ભુવનેશ્વર કુમારે ૧૪.૧૯ રનની સરેરાશ સાથે સૌથી વધુ ૨૬ વિકેટો ઝડપી છે
- આઈપીએલ-૧૦માં સૌથી વધુ છગ્ગા પંજાબના ગ્લેન મેક્સવેલે લગાવ્યા છે. મેક્સવેલે ૨૬ અને ડેવિડ વોર્નરે પણ ૨૬ છગ્ગા લગાવ્યા છે
- ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ ઝડપી લેવાનો રેકોર્ડ મુંબઈના કેરોન પોલાર્ડના નામ પર રહ્યો છે. પોલાર્ડે ૧૫ કેચ ઝડપ્યા છે
- વિકેટ કિપર તરીકે સૌથી વધુ કેચનો રેકોર્ડ રોબિન ઉથપ્પાના નામ પર રહ્યો છે. ઉથપ્પાએ ૧૫ કેચ પકડ્યા છે
- આઈપીએલ-૧૦માં સૌથી ઓછો જુમલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બેંગલોરનો રહ્યો હતો. બેંગલોર ૪૯ રનમાં આઉટ થયું હતું
- હાઈએસ્ટ સફળ ચેઝનો રેકોર્ડ દિલ્હીનો રહ્યો છે. ગુજરાત સામે દિલ્હીએ દિલ્હીએ ત્રણ વિકેટે ૨૧૪ રન કર્યા હતા
- આઈપીએલ-૧૦માં હાઈએસ્ટ ટોટલનો રેકોર્ડ પંજાબના નામે રહ્યો છે. મંુબઈ સામે પંજાબે ત્રણ વિકેટે ૨૩૦ રન કર્યા હતા
Facebook
0
Twitter
0