BCCI દ્વારા ટીમની જાહેરાત કરી દેવામાં આવીઅફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

 

સપ્ટેમ્બર મહિનામાં ત્રણ T20 ઇન્ટરનેશનલ મેચની સિરીઝ રમાનાર છે. જેની પહેલી મેચ ૧૩ સપ્ટેમ્બરે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે

 

નવી દિલ્હી, તા.૧
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ T20ઇન્ટરનેશનલ મેચની સિરીઝ રમાનાર છે. જેની પહેલી મેચ ૧૩ સપ્ટેમ્બરે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ વચ્ચે BCCI દ્વારા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, જ્યાં એક બાજુ ટીમમાં વૈભવ સૂર્યવંશીને ટીમમાં જગ્યા મળી છે. ત્યારે બીજી બાજુ સંજુ સેમસનનું પણ કમબેક થયું છે.આ વચ્ચે ખાસ વાત એ છે કે, જે ટીમ BCCI એ પસંદ કરી છે. તેમાં ચારની આગળ સ્ટાર લગાવેલો છે. એટલે કે તે ફિટ હશે તો જ રમી શકશે. તેમાં નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાનું નામ સામેલ છે. આ તમામ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી ઈજાગ્રસ્ત હતા. હજુ સુધી તેઓની ફિટનેસ પર ફાઇનલ અપડેટ આવ્યું નથી.સીરિઝની તમામ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ તેની યજમાની અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે, એસીબી કરી રહી છે. પહેલી મેચ ૧૩ સપ્ટેમ્બરરમાશે.\જ્યારે બીજી મેચ ૧૫ અને ત્રીજી મેચ ૧૭ સપ્ટેમ્બરના રોજ રમાશે. અફઘાનિસ્તાન તરફથી પહેલા જ સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. જલ્દી જ ટીમ અહીં આવીને પોતાની તૈયારી શરૂ કરી દેશે. નોંધનીય છે કે, ઝિમ્બાબ્વે સામે રમાયેલી T-20 સીરિઝમાં સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું નહોતું. જેના લીધે BCCI ને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેનું કમબેક થઈ ચૂક્યું છે. હવે ટીમમાં ફરી ત્રણ ઓપનર થઈ ગયા છે. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી સિવાય સંજુ સેમસન પણ છે. એટલે કે એક ઓપનર બેટ્‌સમેનને બહાર બેસવું પડશે, એ નક્કી છે.ભારત અને અફઘાનિસ્તાનT-20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વોડ : શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા (વાઈસ કેપ્ટન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts