(એજન્સી) તહેરાન, તા.૧પ
ઈરાનની રાજધાની તહેરાનમાં પ્રદૂષણના ધુમ્મસના લીધે સમગ્ર શહેર ઢંકાઈ ગયો હતો. લોકો માસ્ક પહેરીને ફરતા હતા, શાળાઓ બંધ રાખવાના આદેશ જાહેર કર્યા છે.
રવિવારથી તહેરાનમાં રહેતા ૧૪ મિલિયન લોકોને ઘરમાં કેદ રહેવાની ફરજ પડી હતી.
સોમવારે પીએમ ર.પ કણો ૧પ૬ સુધી પહોંચ્યા હતા જે ડબ્લ્યુએચઓના માન્ય ધોરણો કરતા ત્રણગણા વધુ હતા.
શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે નાના બાળકોની શાળાઓ બંધ રાખવામાં આવશે. પ્રદૂષણની અસર બુધવાર સુધી રહેવાની ધારણા હવામાન ખાતાએ દર્શાવી છે. જ્યારે હવાઓ શરૂ થશે પછી ધુમ્મસ ઘટશે.
આના લીધે બાળકો, વડીલો, ગર્ભવતી મહિલાઓ અને જે લોકો શ્વાસની બિમારીથી પીડાય છે એમને વધુ ગંભીર અસર પડી રહી છે. સરકાર વધુ પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં એમ્બ્યુલન્સો ઊભી કરી છે જેથી કોઈ બિમાર પડે તો એમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી શકાય.
તહેરાનમાં કારોએ ધુમ્મસનું સર્જન કર્યું છે. ધુમ્મસએ તહેરાનનો વાર્ષિક કાર્યક્રમ છે. ઉત્તરની તરફે આવેલ પહાડોના લીધે ધુમ્મસ સર્જાય છે. શહેરમાં ૧૦ મિલિયન વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણના લીધે ઠંડીનો મોસમ ગરમીમાં પલટાઈ ગઈ જાય છે. તહેરાનમાં ઘણી બધી કારો અને મોટર સાયકલો ખૂબ જ જૂની છે. ઈરાનનો ઓટોમોબાઈલ ઉદ્યોગ ઉત્પાદન કરવામાં સફળ નથી અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના લીધે વિદેશી કંપનીઓ આવી શકતી નથી.
૧૯૭૯ અને ર૦૦પમાં બે કાયમી ટ્રાફિક પ્રતિબંધો મૂકાયા હતા પણ એ નિષ્ફળ રહ્યા હતા. જેથી પ્રદૂષણ રોકી શકાયો ન હતો.
ઈરાનના આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું છે કે પ્રદૂષણના લીધે કસમયની મૃત્યુઓની સંખ્યામાં વધારો થાય છે. ર૦૧રમાં ૪પ૦૦ આવી મૃત્યુની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે સમગ્ર ઈરાનમાં ૮૦ હજાર જેટલી ઘટનાઓ બની હતી.
રવિવારે તહેરાનના મેયરે લોકોને વિનંતી કરી કે પોતાની કારોનો ઉપયોગ ઓછો કરે અને જાહરે પરિવહનનો ઉપયોગ કરે. એમણે સરકાર પાસેથી વધુ નાણાંની માગણી કરી હતી. જેથી આ સમસ્યાનો સામનો કરી શકાય.
પણ રાજકીય વિવાદોમાં પ્રદૂષણનો મુદ્દો ઉકેલાયો નથી. કટ્ટરપંથીઓ જણાવે છે કે સુધારાવાદી અધ્યક્ષ એબ્નેકર જે પર્યાવરણ સુરક્ષા સંસ્થાની અધ્યક્ષતા પણ ધરાવે છે. એમણે આ યુદ્ધને ઉકેલવાના કોઈ પ્રયાસો કર્યા નથી.