ઇરાકમાં દાઇશના આતંકીઓ વચ્ચે આંતરિક ક્લેશ, ૪નાં મોત

(એજન્સી) મોસૂલ,તા.૧૮
ઉત્તર-પશ્ચિમી ઇરાકમાં આવેલી મસ્જિદમાં તકફિરી દાઇશ આતંકી સમૂહના સભ્યો વચ્ચે આંતરીક ક્લેશ ઉદ્‌ભવ્યો હતો,જેમાંં ૪ આતંકીઓના મોત થયા હતાં અથવા ઘાયલ થયાં હતા. ત્યાનાં સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમી ક્ષેત્ર નિનેવેહના તાસ અફાર જિલ્લામાં આવેલ મસ્જિદમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે દાઇશના આતંકીઓએ પાછલા થોડા સમયથી ઇરાકી દળોની સામે કારમા પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમની વચ્ચે આંતરિક વિખવાદ ઉભો થયો હતો અને પરિણામે તેમની વચ્ચે અથડામણ સર્જાઇ હતી.સૂત્રોએ જણાવ્યું કે તાજેતરમાં થયેલા સંઘર્ષમાં સમૂહના કેટલાંક સભ્યોની ધરપકડ થતાં રહી ગઇ હતી.તાર અફાર પશ્ચિમ મોસૂલથી ૬૩ કિમી દૂર આવેલ છે,જેને દાઇશે પોતાના મુખ્યમથકનું નામ આપ્યું હતું.ઇરાકી સૈન્યએ નવ મહિનાના સંઘર્ષ બાદ આ વિસ્તાર પાછો મેળવ્યો હતો. આ ઉપરાંત સિરિયામાં પણ આ આતંકી સમૂહ કારમા પરાજયનો સામનો કરી રહ્યું છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઇરાકના સલાહુદ્દીનમાં વાહન દ્વારા વિસ્ફોટકોની હેરાફેરી કરી રહેલા દાઇશના સભ્યોનાં મોત થયાં હતાં. તેમનાં મોત અચાનકથી વિસ્ફોટક પદાર્થોમાં વિસ્ફોટ થવાને કારણે થયાં હતાં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks