(એજન્સી) ઈરબિલ, તા.૧૫
અમેરિકા આધારિત હ્યુમન રાઈટ્સ વોચ જણાવ્યું કે ઈરાકના કુર્દિસ્તાનમાં આવેલ વિસ્તારમાં દાઈશ ત્રાસવાદીઓ સામે લડી રહેલ કુર્દિશ લડવૈયાઓએ અરબોના ગામડાઓ અને ઘરોનો નાશ કર્યો હતો. જે એક યુદ્ધના ગુના તરીકે ઓળખાય છે.
એચઆરડબ્લ્યુ એ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે પેશમર્ગા દળોએ કુર્દિશોના ઘરોને છોડીને અરબોના ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું.
કુર્દિશ પેશમર્ગા અને ઈરાકી સેના દાઈશોને પોતાનો સહિયારો દુશ્મન માને છે. જ્યારથી ત્રાસવાદીઓએ ર૦૧૪માં ઈરાકના મોટાભાગના વિસ્તારોને કબજે કર્યો હતો. ઈરાકી દળોએ અને કુર્દિશોએ અમેરિકા સાથે મળીને ૧ લાખ સૈનિકોની સેના બનાવી છે. જેથી દાઈશો સામે લડી શકાય. આ સેના મોસુલનો કબજો મેળવવા આગળ ધપી રહી છે. પણ બંને વચ્ચેની દુશ્મની અસ્તિત્વમાં છે જ. છેલ્લા દાયકાઓની ઘટનાઓને જોઈએ તો જાણવામાં આવશે કે અરબના શાસકોએ કુર્દિશો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ખાસ કરીને સદ્દામ હુસેનના શાસન વખતે કુર્દિશો દાઈશો સામે પોતાની જૂની દુશ્મનાવટના કારણે લડી રહ્યા છે અને દાઈશો પાસેથી પોતાની જમીન પાછી મેળવવા માંગે છે. જે કુર્દિશો અને અરબોનો સંયુક્ત વિસ્તાર છે. જેમાં ઉત્તર તરફે કુર્દિશો અને દક્ષિણ તરફે અરબોનો વિસ્તાર છે. એચઆરડબ્લ્યુની રિપોર્ટ મુજબ ર૦૧૪ના સપ્ટેમ્બર મહિનાથી ર૦૧૬ના મે મહિના વચ્ચે ર૧ શહેરો અને ગામડાઓમાં કિરકુક અને નિનેવેહ વિસ્તારો એ વિવાદિત વિસ્તારો છે. આ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા છે. આ વિસ્તારો બગદાદના વિસ્તારો છે પણ એનું નિયંત્રણ કુર્દિસ્તાની ક્ષેત્રીય સરકાર પાસે છે. એચઆરડબ્લ્યુએ જણાવ્યું છે કે સેટેલાઈટથી મળેલ તસવીરો અને સ્થાનિકોની મુલાકાતોથી માહિતી મળી છે કે અરબોના જ ઘરોને તોડવામાં આવ્યા છે અને કુર્દિશોના ઘરોને તોડવામાં આવ્યા નથી. જેના માટે દલીલ આપવામાં આવે છે કે લશ્કરી હુમલા કરવા માટે આ તોડફોડ આવશ્યક હતી.
પણ સેટેલાઈટ દ્વારા પ્રાપ્ત તસવીરોમાં ૬ર ગામડાઓની તોડફોડ દેખાય છે જે વિસ્તારોને કુર્દિશોએ કબજે કર્યા હતા પણ આ તોડફોડની જવાબદારી કોની છે એ નિર્ણય કરવું અઘરૂં હતું.
કેઆરજી અને પેશમર્ગા અધિકારીઓ જણાવે છે કે દાઈશોના હુમલાઓના લીધે આ મિલકતોનો નાશ થયો છે. એચઆરડબ્લ્યુએ આની ખાતરી કરવા સેટેલાઈટ દ્વારા મેળવેલ તસવીરોનું પૃથ્થકરણ કર્યું હતું. એમણે હુમલાઓ પહેલાની અને હુમલાઓ પછીની તસવીરોની સહામણી કરી. પૃથ્થકરણ પછી એ જાણવા મળ્યું કે આ તોડફોડ બોંબમારાથી નહીં પણ બુલ્ડોઝર, આગ અને બીજા વિસ્ફોટકો દ્વારા કરવામાં આવી હતી. હાલની તોડફોડની ઘટનાઓમાં કુર્દિશ સત્તાવાળાઓએ ૩રપ અરબ નિવાસીઓને કિરકુકમાંથી ખસેડવામાં આવ્યા હતા. ર૧મી ઓક્ટોબર ર૦૧૬માં કરાયેલ આઈએસના હુમલા પછી એમને ખસેડવામાં આવ્યા હતા અને એ પછી ૭૦૦ ઘરોને તોડી પાડવામાં આવ્યું હતું.
કુર્દિશ નેતાઓનું કહેવું છે કે ઐતિહાસિક રીતે આ કુર્દિશ વિસ્તારો છે જેને કુર્દિસ્તાનમાં ભેળવવા જોઈએ.
કેઆરજીએ અરબોના ઘરો જાણી બુઝીને તોડવામાં આવ્યા છે. એનો ઈન્કાર કરતા જણાવ્યું કે પેશમર્ગાઓએ સુરક્ષાના કારણોસર આ મકાનો તોડ્યા હતા. દાઈશોએ મૂકેલ વિસ્ફોટકોથી બચવા માટે ઘરોને તોડવામાં આવ્યા હતા.